કાશ્મીરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની…તજેતરમાં થઈ રહ્યા છે વધુ પ્રમાણમાં આતંકી હુમલા… જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં થયા બંને આતંકી ઢેર…
કાશ્મીર અને ખીણ વિસ્તારમાં શાંતી ડોહળવી, ભારતમાં આતંકી હુમલા કરી અને ભારતને બદનામ કરવું તે પાકિસ્તાનનો જૂનો ધંધો છે. ભલે પાકિસ્તાનની પ્રજાને ભૂખમરો ભરડો લઇ જાય કે ખાવા અન્નનો દાણો પણ ન હોય. ભલે પાકિસ્તાનમાં કોઇ પણ પક્ષ કે વ્યક્તિની સરકાર હોય પણ પાકિસ્તાનમાં સત્તા પર આવવા માટે ભારત વિરોધી હોવું તે પહેલી લાક્ષણીકતા માનવામાં આવે છે. પાકિસ્તાન આમ તો આતંકનો જન્મદાતા ગણવામાં આવે છે અને પાકિસ્તાન માટે હવે આતંકવાદ એક ધંધો બની ગયો છે. આતંકના ધંધોને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર ચાલે છે તેવું કહેવું અતિશયોક્તી નહીં કહેવાય. ગમે તે કારણ હોય પણ ભારત માટે પાકિસ્તાન અને પાકિસ્તાન મારફતે ફેલાવવામાં આવતો આતંકવાદ એક સૂળ સમાન છે અને તે સૂળ કાઢવી તે ભારતની અનિવાર્યતા છે. જો કે આતંકીઓનો કોઇ દેશ કે ધર્મ નથી હોતો અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા આતંકના સબુતો નહીંવત મળતા હોવાનાં કારણે પાકિસ્તાન હમેંશા ભારતના આક્ષેપો નકારતુ રહ્યું છે.
આ પણ વાંચો – રાજકોટમાં બે-બે હત્યાથી ચકચાર, યુવાનોમાં વધતો ક્રાઈમ રેટ ચિંતાનો વિષય
આંતકવાદ અને આતંકવાદીઓ હંમેશા ભારતનો ટાર્ગેટ રહ્યા છે અને હાલની સ્થિતિમાં જ્યારે ભારતને નવું ભારત તરીકે જોવામાં આવે છે ત્યારે ભારત પોતાની જમીન પર કરવામાં આવેલા તમામ આતંકી હુમલાનો મુહ્તોડ જવાબ આપે છે. હાલ થોડા દિવસોથી કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું હોવાનું જોવામા આવે છે. હાલમાં જ સુરક્ષાદળોનાં કાફલાને આંતકીઓ દ્વારા નિશાન બનાવી ખાનખરાબી ફેલાવવાનો કારસો કરવામાં આવ્યો.
આ પણ વાંચો – આતંકી હુમલા સામે ‘એરસ્ટ્રાઇક’ તો મૌન સામે ‘શ્રધ્ધાંજલી સભા’; ભારત હવે બદલાઇ ચૂક્યું છે
ભારતની સેના દ્વારા ત્વરીત રીતે આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી કરવામાં આવી અને આતંકીઓનો સફાયો તે એક માત્ર રસ્તો કહેવાય, તેવી રીતે આતંકીઓની સફાઇ ચાલી રહી જ છે. હાલમાં જ કાશ્મીરમાં જ માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની હતા તેવા પ્રકારનો મોટો ધડાકો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે તાજેતરમાંસુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં મોટો ધડાકો સામે આવ્યો છે અને આ એન્કાઉન્ટરમાં લશ્કરના જવાનોના હાથે માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે.