State Bank of India એ જણાવ્યું કે, આ વર્ષે 14 હજાર નિયુક્તિઓ કરવાની યોજના છે. એસબીઆઈએ વીઆરએસની યોજના તૈયાર કરી છે, જેમાં લગભગ 30190 કર્મચારીઓ આવી શકે છે. જો કે, અત્યારે એસબીઆઈમાં અઢી લાખ જેટલાં કર્મચારીઓ છે.
સ્ટેટ બેંકની વીઆરએસ યોજનાના પ્રસ્તાવ મુજબ, VRS 2020 યોજના અંતગર્ત બેંકમાં 25 વર્ષની સેવા અથવા 55 વર્ષની ઉંમર પૂરી કરી ચૂકેલા તમામ સ્થાયી અધિકારી અને સ્ટાફ કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે.
- આ પણ વાંચો : Corona: અમદાવાદના 4 લોકોને ફરી થયો કોરોના…
- આ પણ વાંચો : શાસ્ત્ર અનુસાર જાણો ક્યા દિવસે ક્યા રંગના કપડા પહેરવા?
એસબીઆઈ (State Bank of India) ના પ્રવક્તાએ જણાવ્યું કે, બેંક હંમેશાથી કર્મચારીઓ પ્રત્યે દોસ્તાના નજર રાખે છે તેમજ તે પોતાના કારોબારનો વિસ્તાર કરી રહી છે, આ માટે લોકોની આવશ્યક્તા હશે. તેમજ આ વર્ષે 14 હજારથી વધારે કર્મચારીઓની નિયુક્તિ કરવાની યોજના છે.
આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું કે, સ્ટેટ બેંક પોતાના કર્મચારીઓની જરૂરતોને પૂરી કરવા અને તેના જીવનકાળમાં મદદ કરવા માટે હંમેશા આગળ રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.