રાજ્ય સરકારે ‘ટેલેન્ટ પુલ વાઉચર’ યોજના બંધ કરી, ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો

  • ગુજરાતનાં આદિવાસી યુવાનોને ફટકો
  • આદિવાસી વિદ્યાર્થીઓને 60 હજાર થી 80 હજારનું નુકસાન 

નરેન્દ્ર મોદીની સરકારે 2008-09માં શરૂ કરેલી ટેલેન્ટ પુલ યોજનાને વર્તમાન સરકારે બંધ કરી દીધી છે. રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી યુવાનોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે હેતુથી 2008-09ના વર્ષમાં ટેલેન્ટ પુલનું  નિર્માણ કરવા માટે યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં પ્રવેશ મેળવેલ વિદ્યાથીઓ જવાહર નવોદય વિદ્યાલય, ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ  રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ્સ જેવી ઉત્તમ શાળાકીય અને આવાસીય સુવિધા ધરાવતી સ્કૂલોમાં પ્રવેશ ફેરબદલ કરાવી રહ્યાં હતા. તેઓ આ યોજના છોડીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવી લેતા હોવાથી યોજનામાં નિયત કરતાં ઓછા વિદ્યાર્થીઓ લાભ મેળવતા હોવાથી તેને બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : #Politics/ મોદી કેબિનેટ 3.0 માં ગુજરાતનાં 6 મંત્રીઓ અને તેમના પોર્ટફોલિયો

રાજ્યમાંથી ધોરણ પાંચના અનુસૂચિત જનજાતિના વિદ્યાથીઓની પસંદગી માટે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત ઈએમઆઈએસ પ્રવેશ પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ માર્કસ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાથીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવતો હતો. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 60 હજાર રોકડ વાઉચર તરીકે ચુકવવામાં આવતા હતા. જો શાળાની ફી તે કરતા ઓછી હોય તો બાકીની રકમ વિદ્યાર્થીને છાત્ર શિષ્યવૃત્તિ તરીકે ચુકવવાની રહેતી હતી. તદુપરાંત સ્કૂલ વાઉચર યોજના હેઠળ આવરી લેવામાં આવેલી શાળામાં પ્રવેશ મેળવનાર વિધાથીને શાળાની ફી અથવા 80 હજાર, બેમાંથી જે ઓછું હોય તે રોકડ વાઉચર તરીકે ચુકવવામાં આવે છે. 

સમાન લાભ આપતી યોજના અમલમાં મુકી

ચાલુ વર્ષે શિક્ષણ વિભાગમાં સમાન પ્રકારની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ તેમજ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અમલમાં છે જેને ધ્યાને લઈ ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના બંધ કરવાનું આયોજન હતું જેથી હવે આગામી શૈક્ષણિક વર્ષથી આદિવાસી વિદ્યાર્થીઓ આ યોજનામાં પ્રવેશ મેળવી શકશે નહીં. 2008-09માં અમલી ટેલેન્ટ પુલ વાઉચર યોજનામાં 2023-24માં કે તે અગાઉ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય તેમને યોજનાના નિયત માપદંડ પ્રમાણે નિયમોનુસાર મળવાપાત્ર લાભ અપાશે.  યોજના હેઠળ અગાઉ પસંદગી પામેલા શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ તમામ શાળાઓનું દર વર્ષે નિયત થયેલી સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.

આ પણ વાંચો : કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? આ 8 નામો ચર્ચામાં 

યોજના બંધ કરવા પાછળનું કારણ 

આ યોજનામાં પ્રવેશ મેળવેલ વિદ્યાથીઓ જવાહર નવોદય વિદ્યાલય, ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ  રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ્સ જેવી ઉત્તમ શાળાકીય અને આવાસીય સુવિધા ધરાવતી સ્કૂલોમાં પ્રવેશ ફેરબદલ કરાવી રહ્યાં હતા. તેઓ આ યોજના છોડીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવી લેતા હોવાથી યોજનામાં નિયત કરતાં ઓછા વિદ્યાર્થીઓ લાભ મેળવતા હોવાથી તેને બંધ કરી દેવામાં આવી છે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqo

Nelson Parmar

Related Posts

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024