• જિલ્લા તકેદારી સમિતિ જિલ્લા કક્ષાએ વિજિલન્સની ફરિયાદોના નિવારણ માટે અગત્યની સમિતિ છે.

ગુજરાત રાજ્ય તકેદારી કમિશ્નર સંગીતા સિંઘે પાટણ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે અધિકારીઓને જિલ્લા તકેદારી સમિતી અસરકારક રીતે કાર્ય કરે અને જિલ્લાકક્ષાએ ફરિયાદોનો ઝડપી નિકાલ થાય એ માટે સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ પાટણ જિલ્લામાં તકેદારી સંબંધિત મળેલ અરજી- ફરિયાદો અને તેના નિકાલ અંગે કમિશ્નરશ્રીને માહિતગાર કર્યા હતા.

રાજય તકેદારી આયોગના કમિશ્નર સંગીતા સિંઘે મીટીંગમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિને ડામવા માટે પ્રિવેન્ટીવ વિજિલન્સ ઈન્સ્પેક્શન એટલે કે નિવારાત્મક તકેદારી નિરીક્ષણ ખૂબ જ જરૂરી છે. તેના પર તમામ અધિકારીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જિલ્લામાંથી મળતી વિવિધ તકેદારી સંબંધી ફરિયાદોના ઝડપી અને ન્યાયી નિકાલ માટે જિલ્લા તકેદારી સમિતીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. જેમાં વિવિધ વિભાગો સંકલન કરીને તેમાં ત્વરિત કાર્યવાહી કરે છે. કમિશ્નરશ્રીએ સંસદસભ્યઓ, ધારાસભ્યઓ તથા નાગરિકો તરફથી આવેલી અરજી પરત્વે લેવાના થતા પગલા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ પ્રેઝન્ટેશન દ્વારા વિજિલન્સ કમિશ્નરશ્રીને પાટણ જિલ્લામાં તકેદારી સંબંધે થયેલ કાર્યવાહી અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં તકેદારી આયોગના નાયબ સચિવ બી.એમ.પટેલ, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, મદદનીશ કલેકટર સચિન કુમાર, નાયબ પોલીસ અધિક્ષક આર.પી.ઝાલા, સરકારી વકીલ શૈલેષભાઈ ઠકકર, સીવીલ સર્જન ડૉ. અરવિંદ પરમાર, એસીબી પોલીસ ઈન્સ્પેકટર એચ.એસ.આચાર્ય તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024