Army Chief Narvane

LAC

ભારતીય લશ્કરના સેનાપતિ જનરલ એમ એમ નરવણે લદ્દાખ (LAC)ની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. ભારત ચીન વચ્ચેના તણાવને લઇ તેઓ લદ્દાખ પહોંચ્યા છે. એમ એમ નરવણેએ કહ્યું હતું કે લદ્દાખ સરહદે પરિસ્થિતિ બહુ ગંભીર છે. આપણે સરહદોના રક્ષણ માટે લેવા પડે એટલાં બધાં પગલાં લીધાં છે અને કદાચ યુદ્ધ થાય તો આપણા તરફથી પૂરતી તૈયારી કરવામાં આવી હતી.

આ પણ જુઓ : Dahod : એક જ પરિવારના પાંચ સભ્યોએ કરી આત્મહત્યા

ગુરૂવારે જનરલ નરવણે લદ્દાખ પહોંચ્યા છે. તેઓ ત્રણ દિવસની સરહદી મુલાકાતે ગયા છે. જનરલ નરવણેએ પેંગોંગ સરોવર અને એની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય લશ્કરના કમાન્ડર્સ સાથે એક બેઠક પણ યોજી હતી અને પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણા જવાનોએ સરહદોને સાચવવા સારી એવી તૈયારી કરી રાખી હતી.

આ પણ જુઓ : Yogi government : સરકારી પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ ટેન્ડર નહીં ભરી શકે

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે વાટાઘાટ દ્વારા મતભેદો હલ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. જો એ પ્રયાસો સફળ નહીં થાય અને જરૂર પડશે તો આપણે લશ્કરી પગલા માટે પણ તૈયાર છીએ. હાલ આજે સવારે દસ વાગ્યાથી ચુશુલમાં બંને પક્ષના પ્રતિનિધિઓની વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ ચાલી રહ્યો હતો. આપણે સ્પષ્ટ વાત કરી દીધી છે કે પહેલાં ચીન ભારતીય સરહદમાં ઘુસણખોરી અટકાવે. પછી બીજી વાત.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024