Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન તેમણે કહ્યું છે કે કોરોનાની રસી દરેક લોકો સુધી પહોંચતી કરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દે, સાથે જ દરેક રાજ્યોએ આ રસીને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરી લેવાની પણ મોદીએ મુખ્ય પ્રધાનોને સલાહ આપી હતી.
મોદીએ કહ્યું કે જે પણ વેક્સિનની શોધ ચાલી રહી છે તેની વૈજ્ઞાાનિક આધાર પર સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. રાજ્યોને ટકોર કરતા મોદીએ કહ્યું કે રાજ્યોએ એલર્ટ રહેવાની જરૂર છે નહીં તો એવી સિૃથતિ પેદા ન થાય કે કહેવું પડે કે મેરી કશ્તીથી ડૂબી વહાં, જહાં પાની કમ થા. સાથે મોદીએ કહ્યું કે જો મુખ્ય પ્રધાનોની પાસે કોરોના મહામારી સામે પહોંચી વળવા કોઇ સલાહ સુચન હોય તો સીધા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.
આ પણ જુઓ : દેશમાં કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીએ આપ્યું મોટુ નિવેદન
મોદીએ સાથે રાજ્યોને કહ્યું છે કે ગમે તેમ કરીને લોકોને કોરોનાથી બચાવવાનો પ્રયાસ થવો જોઇએ અને મૃત્યુદર એક ટકાથી નીચે લઇ જવાના પ્રયાસો થાય. મોદીએ વેક્સિન પર વાત કરતા કહ્યું કે દુનિયામાં જ્યાં પણ વેક્સિન પર પરીક્ષણ અને સંશોધન થઇ રહ્યા છે તેના પર ભારતની નજર છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.