stray cattle in ahmedabad new policy

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવાઇ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે.

અમદાવાદમાં (Ahmedabad) ઢોરને અંગે મોટો નિર્ણય લેવાયો છે. વ્યવસાયના ઉપયોગ માટે લાયસન્સ લેવું ફરજિયાત કરાયું છે. ઘરે ઢોર રાખવા માટે અમદાવાદ મહા પાલિકા પાસેથી પરમિટ લેવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસ વધતા મોટો નિર્ણય લીધો છે. 

અમદાવાદ મહાનાગરપાલિકા દ્વારા ઢોર ત્રાસ નિયત્રંણ માટે નવી પોલિસી બનાવવામાં આવી છે. જે અંતર્ગત ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે. વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાનું રહેશે. ઢોર રાખનારા તમામ લોકોએ એએમસી પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે.

AMC દ્વારા બનાવવામાં આવેલી પોલિસી અંતર્ગત ઢોર રાખનારા લોકોએ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેના માટે ત્રણ વર્ષ માટે મુદત રહેશે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે.  ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.

પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે, તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે.

રોડ, જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસીને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024