student on strike at HNGU

પાટણ જિલ્લા એનએસયુઆઇ દ્વારા આગામી તા.ર૭ ડિસેમ્બર થી લેવામાં આવનાર યુજી અને પીજી ની પરીક્ષાઓ ઓનલાઇન લેવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓની બહોળી ઉપસ્થિતિ માં હેમ ઉ ગુ યુનિ.નાં વહીવટી ભવન ખાતે આક્રમક વલણ અખત્યાર કર્યું છે ત્યારે બુધવારના રોજ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ભૂખ હડતાળ ઉપર ઉતરેલાં વિદ્યાર્થીઓ ની યુનિવર્સિટી કેમ્પસમાં મુલાકાત લઈ તેઓની હડતાળ ને સમર્થન આપી જ્યાં સુધી યુનિવર્સિટી દ્વારા વિધાર્થી હિતમાં નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ની તમામ સુવિધાઓ તેઓ દ્વારા ઉપલબ્ધ બનાવવા હૈયાધારણા આપી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા  આગામી ર૭ ડિસેમ્બરથી શરૂ થતી સ્નાતક અને અનુ સ્નાતક સેમ .૧.૩ અને પ ની ઓફ લાઈન પરીક્ષા ની જગ્યાએ ઓનલાઈન   પરીક્ષાઓ લેવાની માંગ સાથે એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ યુનિ ના વહીવટી ભવનમાં હડતાળ પર બેસી ને ઓફલાઇન પરીક્ષાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તો આ બાબતે હાલમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં થઇ રહેલા વધારાને લઇને પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આ તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા આ અંગે કોઈ નિર્ણય કરવામાં ન  આવતા બુધવારના બીજા દિવસે પણ એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોર સહિતના કાર્યકરોએ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વહીવટી ભવન નાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ભૂખ હડતાળ ચાલુ રાખી હતી તો વિધાર્થીઓ નાં ભૂખ હડતાળ મામલે પાટણ ધારાસભ્ય એ યુનિવરસિટી ખાતે આવી વિધાર્થીઓ ની યોગ્ય માંગણી ને ખુલ્લું સમર્થન આપી પોલીસ અને યુનિવર્સિટી સત્તાધીશો અને સેનેટ સભ્યો દ્વારા ભૂખ હડતાળ ઉપર બેઠેલા વિધાર્થીઓં ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે તો જોવા જેવી થવાની ખુલ્લી ચિમકી ઉચ્ચારી હતી.

તો ઓનલાઇન પરીક્ષા મામલે યુનિવર્સિટી નાં કુલપતિ ડો.જે.જે. વોરા એ વિધાર્થીઓને આશ્વાશન આપ્યું હતું કે આવતી કાલે સવારે ૧૧-૦૦ કલાકે તેઓ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજો નાં અધ્યાપકો અને સંચાલકો ને બોલાવવામાં આવ્યા છે અને તેઓની સાથે વિચાર વિમર્શ નાં અંતે પરીક્ષા બાબતે નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી પરંતુ ભૂખ હડતાળ ઉપર બેઠેલા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિ ની એક ન માનીને પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખી સુત્રોચ્ચાર કર્યા હતા. અને યુનિવરસિટીના કુલપતિ વિવિધ કોલેજોના અધ્યાપકોની પપેટ હોય તેમ તેઓને પુછયા વગર નિર્ણય ન લેવાનું કહેતાં વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો અને અંતે આવતીકાલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી હોવા છતાં પાંચ જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓએ  પોતાની ભુખ હડતાળ ન સમેટી આખી રાત યુનિવરસિટીના વહીવટી ભવન ખાતે ધરણા પર બેસી ભુખ હડતાળ ચાલુ રાખી હતી.

તો છેલ્લા ચોવીસ કલાકથી યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાઓમાંથી ઓનલાઈન પરીક્ષાા લેવાની માંગ સાથે ભુખ હડતાળ પર બેસેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને ચકકર આવતાં તે બેહોશ થઈ જવા પામ્યો હતો. જેથી વિદ્યાર્થી બેહોશ થતાં જ વિદ્યાર્થીઓમાં અફડા તફડી મચી જવા પામી હતી અને તેના પર પાણીનો છંટકાવ કરી પવન નાંખી અને પાણી પીવડાવી તેને હોંશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ તે હોંશમાં ન આવતા તુરંત ૧૦૮ને ફોન કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને બેહોશ થયેલા વિદ્યાર્થીને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાકથી વિદ્યાર્થીઓ ભુખ હડતાળ પર બેસેલા હોઈ અશકિતના કારણે એક વિદ્યાર્થી બેહોશ થઈ જવા પામ્યો છે અને તે માટેના સંપૂર્ણ જવાબદાર યુનિવરસિટીના કુલપતિને ઠરાવી એક મહિનાથી આ બાબતે વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાનું આવેદનપત્ર આપ્યું હોવા છતાં આજદિન સુધી નકકર પરિણામ ન આવતાં વિદ્યાર્થીઓને ન છુટકે ભુખ હડતાળ પર બેસવાની ફરજ પડી હોવાથી આ બનાવ બન્યો હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી યુનિવરસિટી કુલપતિની હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024