પાટણ નગરપાલિકાના શાસક પક્ષ સહિત ચીફ ઓફિસર દ્વારા નિવૃત્ત થઈ ગયેલા સેનેટરી ઈન્સ્પેકટર દિનેશ સોલંકીને નિવૃત્તી બાદ પણ સતત કોઈપણ પ્રકારના હૂકમ કે તેઓને કરાર આધારીત લીધા વિના જ તેઓના મહત્વના ટેબલ પર પાલિકાની મહત્વની ફાઈલોમાં કામ કરતા હોવાથી પાલિકાના શાસકો વિવાદમાં આવ્યા છે.
જોકે જાણવા મળતી માહિતી મુજબ એજન્ડાના કામો અને કેટલાક પેન્ડીંગ કામોને લઈ તેઓને બપોરે અને સાંજે નિત્યક્રમે ઓફિસ ટેબલ પર પાલિકાના મહત્વના કાગળો પર કામ કરવાની સત્તા ચીફ ઓફિસરે આપી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સેનેટરી ઈન્સ્પેકટર દિનેશ સોલંકીને નિવૃત્ત થયે ૧૪-૧૪ દિવસ થયા બાદ પણ તેઓ દરરોજ બપોરે અને સાંજે પોતાના ટેબલ પર બેસીને કામ કરતા જોવા મળી રહયા છે. આમતો સામાન્ય રીતે કોઈપણ કર્મચારી નિવૃત્ત થતો હોય તે પૂર્વે પોતાના તમામ પેન્ડીંગ કામો સહિત એજન્ડાના કામો પૂર્ણ કરી શાખાના વડાને સુપ્રત કર્યાબાદ જ નિવૃત્ત થતા હોય છે. પરંતુ દિનેશ સોલંકીએ પોતાના ફરજ પરના કાર્યકાળ દરમ્યાન કોઈપણ પ્રકારની કામગીરી કરી ન હોય તેમ તેઓના પેન્ડીંગ કામો હવે તેઓ નિવૃત્ત થયા બાદ પાલિકામાં આવીને કરતા હોય તેવું જોવા મળી રહયું છે.
ત્યારે પાલિકાના ભાજપ શાસક પક્ષાના સભ્યો અને ચીફ ઓફિસર દ્વારા તેઓની મુક સંમતિ મળતા તેઓ નિવૃત્ત થયા બાદ પણ પોતાના ટેબલની મહત્વની કાગળની કામગીરી કરતા હોવા અંગે અપક્ષાના ઉમેદવાર ડૉ.નરેશ દવે અને વિરોધ પક્ષના ભરત ભાટીયાને પુછતાં તેઓએ શાસક પક્ષની આકરી ટીકા કરી ડૉ.નરેશ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિનાથી શાસક પક્ષાના સભ્યોની આવડત સામે પ્રશ્નાર્થ કરી નગરપાલિકામાં નિવૃત્ત કર્મીઓને રાખવા જોઈએ નહીં અને રાખવા હોય તો પણ સરકારની પૂર્વ મંજૂરી લેવી જોઈએ. પરંતુ આવા બિન અધિકૃત નિવૃત્ત કર્મીઓ મહત્વના ટેબલ પર મહત્વના કાગળો પર કામ કરતા હોવાથી સંસ્થાના અગત્યના કાગળોને નુકશાન થતું હોવાની સંભાવના વ્યકત કરી અધિકાર વગરના કર્મીઓ બેસતા હોય તો તેને ખોટી બાબત ગણાવી શાસક પક્ષો આ બાબતને ગંભીરતાથી વિચારી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
તો વિરોધ પક્ષાના ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે પાલિકામાં ભાજપના શાસનમાં કેટલાક કોપર્ોરેટરો સવારે આઠ થી રાત્રે આઠ વાગ્યા સુધી ઓફિસોમાં સતત બેસી વહીવટી કામોમાં ચંચુપાત કરી દેખાતો ભ્રષ્ટાચાર કરતા હોવાના ગંભીર આક્ષોપો કરી શાસક પક્ષાના કેટલાક સભ્યો ભ્રષ્ટાચાર કરવા માટે પાલિકાના કર્મચારીઓને ધાક ધમકીઓ આપી કાગળો દબાવી પોતાન કામો કરાવતા હોય છે અને નિવૃત્ત કર્મચારીઓને કોઈપણ ફાઈલો ફેંદવાનો અધિકાર રહેતો નથી પરંતુ શાસક પક્ષાના કેટલાક સભ્યો ભાગ બટાઈના કામમાં ટેવાયેલા હોવાથી નિવૃત્ત કમર્ીઓ પાસેથી કામગીરી કરાવી રહયા હોવાના પણ આક્ષોપો કરી પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.