યુક્રેનમા રશિયાના હુમલા વચ્ચે ભારતના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે બોટાદ શહેરના તુરખા રોડ પર રહેતો વિદ્યાર્થી ડોક્ટર ના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો જે આ હુમલામા સહી સલામત રીતે પોતાના વતન પરત ફરતા પરીવારજનોએ સ્વાગત કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેને તેના પરીવાર સાથે ટેલીફોનીક વાતચીત કરી જણાવ્યું હતું કે અમને ચાર દિવસ થી જમવાનું કે પાણી નતું મળ્યું.
બોટાદ શહેર ના તુરખા રોડ પર રહેતા અને શાક ભાજી નો વ્યવસાય કરતા ભગવાનભાઈ કરશનભાઈ હડીયલ નો પુત્ર નિમેષ ડોક્ટર ના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. ત્યારે હાલમા યુક્રેનમા રશિયાના હુમલા થતા ભારતીયો આ હુમલાથી બચવા પોતના વતન સહી સલામત પહોચાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વિદ્યાર્થી ને હેમખેમ વતનમા બોટાદ પરત આવી જતા પરીવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને યુક્રેનથી સહી સલામત પરત ફરેલ નિમેષ હડિયલ એ ભારત સરકાર અને ગુજરાત સરકાર નો આભાર માન્યો હતો.