- જાણીતા ભુમાફિયા (land mafia) ની ધરપકડ
- તુષાર ઉર્ફે વિપુલ શાહ મહાલક્ષ્મી ની ધરપકડ
- ભૂતકાળ માં જમીન ની અનેક ફરીયાદો નોંધાઈ છે
- બાલિયાસણ જમીન કૌભાંડ માં કરાઈ ધરપકડ
- મહેસાણા (mahesana) ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.
મહેસાણા ના કુખ્યાત ભુમાફિયા આખરે જેલ હવાલે થયો છે.વિપુલ શાહ નામનો કુખ્યાત ભુમાફિયા મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજ્ય ના અન્ય વિસ્તારમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન કબજે કરવા માટે ટેવાયેલો છે.
મહેસાણા ના જમીન ના વેપારી ની ફરિયાદ ને આધારે આ જમીન દલાલ સામે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને અનેક નકલી દસ્તાવેજ થયા હોવાની વિગત મળી છે.મહેસાણામાં અનેક લોકો ની જમીન પડાવી લેનાર વિપુલ શાહ ના આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓને પણ નામ ખુલી શકે છે.
બાલીયાસણ ગામની જમીન નો ખોટો દસ્તાવેજ બનાવી મૂળ માલિક સાથે ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યા બાદ વિપુલ શાહ ના અનેક કાળા કારનામાં નો પર્દાફાશ થઈ શકે છે.મહેસાણા પોલીસે હાલમાં 20 કરતા વધુ નકલી દસ્તાવેજ કબજે કર્યા છે.તો બીજી તરફ પોલીસ દ્વારા વિપુલ શાહ થી ઠગાયેલા લોકો એ પુરાવા સાથે આગળ આવવા અપીલ કરી છે