Sugar: શાકભાજી બાદ હવે ખાંડના ભાવ આટલા રૂપિયાથી વધશે…

પોસ્ટ કેવી લાગી?

Sugar

  • શાકભાજી મોંઘી થઈ તો હવે ખાંડ (Sugar) ના ભાવ પણ વધી શકે છે.
  • સરકાર ખાંડ (Sugar) મિલર્સની કિંમત પ્રતિ કિલો 2 રૂપિયા વધારવાની મંજૂરી આપી શકે છે.
  • ગત વર્ષે પણ સરકારે મિલર્સ તરફથી વેચવામાં આવી રહેલી ખાંડમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો.
  • તો આ વખતે ફરી બે રૂપિયા કિંમત વધારવથી ખાંડ મિલોને શેરડી ખેડૂતોના 22 હજાર કરોડ રૂપિયાની બાકી ચૂકવવામાં મદદ મળશે.
  • ગયા વર્ષે સરકારે ખાંડ મિલોને 31 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ખાંડ વેચવાની મંજૂરી આપી હતી.
  • તથા શુગર ઈન્ડસ્ટ્રીના કહેવા પ્રમાણે ખાંડની કિંમતમા વધારાથી ગ્રાહકો પર વધારે અસર નહીં પડે.
  • કારણકે 65 ટકા ઉત્પાદનના ખરીદદાર બલ્ક કન્ઝ્યૂમર એટલે કે ફૂડ પ્રોડક્ટ અને સોફ્ટ ડ્રિંક બનાવનારી કંપનીઓ છે.
  • તેમજ આ ભાવ વધવાથી ખાંડ મિલોને તેમના કરંટ સ્ટોક માટે 20 હજાર કરોડ રૂપિયા મળશે.
  • તો તેનાથી શેરડી ખેડૂતોને બાકી ચૂકવવામાં ઈન્ડસ્ટ્રીને મોટી મદદ મળશે.
  • ભારત સરકારના સચિવોના સમૂહે કહ્યું કે, ખાંડ (Sugar) મિલો ત્રણ થી પાંચ રૂપિયા ભાવ વધારવાની માંગ કરી રહ્યા હતા.
  • પરંતુ બે રૂપિયાથી વધારે કિંમત વધારવાનો કોઈ અવકાશ નહોતો.
  • તો શેરડી અને શુગર ઈન્ડસ્ટ્રી પર નીતિ આયોગની ટાસ્કફોર્સે એક વખત માત્ર બે રૂપિયા કિંમત વધારવાની ભલામણ કરી હતી.
  • કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગે 2020-21 માટે શેરડીની FRP દસ રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવાની ભલામણ કરી હતી.
  • સ્ટેટ એડવાઇઝ્ડ પ્રાઇસ અનુસાર ખાંડ (Sugar) મિલો પર શેરડી ખેડૂતોનું આશરે 22 હજાર 79 કરોડ રૂપિયાનું લેણું છે.
  • જ્યારે કેન્દ્ર સરકારની ફેયર એન્ડ રેમ્યુનેરેટિવ પ્રાઇસ મુજબ બાકી 17 હજાર 683 કરોડ રૂપિયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures