Suicide attempt of Jetpur youth

રાકેશ પીઠડીયા જેતપુર : જેતપુરમાં બજાજ ફાઈન્સમાં (Bajaj Finance)કલેકશન નું કામ કરતા યુવકનો આપઘાતનો પ્રયાસ (Suicide attempt of Jetpur youth)કરવાની ઘટના સામે આવી છે, જૂનાગઢ રોડ ઉપર યુવક ફીનાઇલ પીધેલ હાલતમાં મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ઉદય નામના યુવકના ખિસ્સા માંથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં જણાવ્યા અનુસાર સ્મિત નામના યુવકને ઉદયે રૂપિયા આપ્યા હતા, સ્મિત દ્વારા રૂપિયા પરત કર્યા બાદ ઉદય વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ ખોટી અરજી કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ અંગે ઉદય દ્વારા પોલીસ માં કરાયેલ અરજી ની કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ કર્ય હતા. સ્મિત દોશી અને તેનો પરિવાર ઉદય ને ત્રાસ આપતા હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ આ સુસાઇટ નોટ માં કર્યો હતો.

યુવકને 108 મારફતે સારવાર અર્થ સરકારી હોસ્પિટલ ખસેડાયો, યુવક ની તબિયત લથડતા વધું સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024