Jetpur : જેતપુરમાં પરણીતાનો આપઘાત, પરણીતાના એક મહિના પહેલા થયા હતા લગ્ન

પોસ્ટ કેવી લાગી?

રાકેશ પીઠડીયા Jetpur : જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી નવપરિણીતાએ લગ્નના એક જ મહિનામાં ફાંસો ખાઇને આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હજુ તો હાથની મહેંદી પણ સરખી સુકાઇ ન હતી એવામાં જ પરિણીતાએ મોતની સોડ તાણી લેતાં સાસરિયા અને પિયરિયા હતપ્રભ બની ગયા હતા અને ભારે શોકમય વાતાવરણ છવાયું હતું. જો કે પરિણીતાએ આવું પગલું શા માટે ભરી લીધું એ કારણ બહાર આવ્યું નથી. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. પરિવારજનોની વિશેષ પુછપરછ બાદ કારણ બહાર આવવા સંભાવના છે.

વિસાવદરના લેરીયા ગામની હિરલ ઉ.વ. 21 નામની યુવતીના એક મહિના પૂર્વે શહેરના નવાગઢના જાગૃતિ પરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ધામેચા સાથે લગ્ન થયા હતાં. લગ્નના પાંચેક દિવસ બાદ હિરલને પિયરીયા પક્ષ આણું માટે તેડી ગયેલ અને અષાઢી બીજે અજય જેતપુર તેડી લાવ્યો હતો. એટલે લગ્નને હજુ એક મહિનો થયો ત્યાં ગુરુવારે અજય મજૂરીએથી પરત ઘરે આવતા રૂમ અંદરથી બંધ હતો જે ખખડાવતા દરવાજો ન ખુલતાં અજયે મોબાઈલ ફોનની લાઈટ વડે દરવાજાની તિરાડમાંથી અંદર જોતા હિરલ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.

જેથી તરત જ દરવાજો તોડી તેણીને નીચે ઉતારી હોસ્પિટલ લાવતાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. દોઢ મહિના પૂર્વે જ જેના લગ્ન થયા હતા એ નવપરિણીતાએ ફાંસો ખાઇ લેતા પોલીસે મૃતદેહનું પંચરોજકામ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures