JEE Main 2020
JEE Main 2020 અને NEET પરીક્ષા રોકવાને લઇને સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. કોરોનાને ધ્યાનમાં રાખીને IIT-NEET અને JEE પરીક્ષાને સ્થગિત કરવાની માંગવાળી એક અરજીને આજે કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં કોરોનાના ધ્યાનમાં પરીક્ષાને ટાળવાની માંગ કરવામાં આવી હતી. JEE Main 2020 ની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે અને NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવવાની છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરીક્ષા તેના નિયત સમયથી જ યોજાશે. કોર્ટે કહ્યું કે, જિંદગી ચાલતી રહેવી જોઈએ, તમામ ચીજો રોકી ન શકાય. નોંધનીય છે કે, આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં કેન્ડિડેટ્સના સ્વાસ્થ્યનો હવાલો આપતાં માંગ કરવામાં આવી હતી કે પરીક્ષાને ટાળી દેવામાં આવે.
- આ પણ વાંચો : AMTS બસમાંથી મુસાફર નીચે પટકાતા થયું મોત : અમદાવાદ
કેસની સુનવણી જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચ કરી રહ્યું છે. આપને જણાવી દઇએ કે જેઇઇ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી આયોજીત કરવાની છે. તો નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ આયોજીત કરવાની યોજના છે.
આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગણીને લઇ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ સ્થગિત કરવાના અનુરોધની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
નોંધનીય છે કે, દેશભરમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ પરીક્ષા ભારતના ચિકિત્સા મહાવિદ્યાલયોમાં પ્રવેશ મેળવવાનો રસ્તો છે. વળી નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ JEE મેઇન પરીક્ષા માટે અરજી કરી છે, જેના દ્વારા ભારતીય પ્રદ્યોગિકી સંસ્થાઓ (આઇઆઇટી)ને છોડીને દેશના અન્ય એન્જિનીયરિંગ કૉલેજોમાં પ્રવેશ હોય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.