સુપ્રીમ કોર્ટએ (Supreme Court) ભારત સરકારને નિર્દેશ આપ્યા છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારને વળતરની રકમ ની ચૂકવણી કરવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે કોર્ટ કોઈ વળતર નક્કી ન કરી શકે. સરકાર પોતાની નીતિ મુજબ પીડિત પરિવારને રાહત આપવાનો નિર્ણય લઈ શકે છે. કોર્ટે કહ્યું કે, સરકાર પોતાના સંસાધનના હિસાબથી વળતર કે રાહત પર નીતિ નક્કી કરી શકે છે. કોર્ટે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વળતર નક્કી કરી શકે છે, નિયમ અને સંસાધન મુજબ. કોર્ટે કહ્યું કે 6 સપ્તાહમાં સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે.

ચુકાદામાં કોર્ટે કહ્યું કે એનડીએમએ કોવિડ મૃતકોને ન્યૂનતમ સહાય અથવા વળતર ચૂકવવા માટેની સંસ્થા છે. તેના બંધારણ અનુસાર આ તેની જવાબદારી છે. જો સંસ્થા આવું કરવામાં નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ છે કે તે તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગઈ છે.

કોર્ટે ગૌરવ બંસલ અને રીપક કન્સલની પિટિશિન પર સુનાવણી બાદ આ ચુકાદો આપ્યો હતો. પિટિશનમાં કોવિડથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાની માગણી કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) વળતરની રકમ નિયત નથી પણ તે નક્કી કરવા સરકારને કહ્યું છે. કેન્દ્ર સરકાર અગાઉ વળતર આપવાનો ઇનકાર કરી ચૂકી છે.