દિલ્હીમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં એક વ્યક્તિનું પાણી ભરાવવાના કારણે મોત થયું છે તો દ્વારકામાં એક ગાડી રસ્તા પર ખાડામાં પડી ગઈ છે. રસ્તા પર પડેલા ભૂવાના કારણે એક કાર ચાલક યુવકનો જીવ માંડ બચ્યો છે.

ઘટના પછી સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર ચાલકની મદદે પહોંચ્યા હતા અને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. જે વ્યક્તિ સાથે આ ઘટના બની તે દિલ્હી ટ્રાફિક પોલીસનો સિપાઇ છે.

દિલ્હીમાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. સતત વરસાદના કારણે રસ્તાની સ્થિતિ પણ ખતરનાક થઇ છે. સોમવારે દ્વારકામાં એક ગાડી અચાનક રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી હતી. સ્થાનિક લોકોએ કારચાલકને બહાર કાઢ્યો હતો.

કાર ચાલક વ્યક્તિ દિલ્હી પોલીસનો સિપાઇ છે અને તે પોતાના ભાઇને મળીને પરત આવી રહ્યો હતો. ક્રેનની મદદથી ગાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.