રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન ન કરવાની અરજી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે હાલ પુરતી કોંગ્રેસની અરજીની સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. હવે પાંચમી જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે અને સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજીની સુનાવણી ટળી જતાં ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે એક બેઠક પર કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા (ઠાકોર) ની પસંદગી કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.