Alpesh Kathiria
રાજ્ય સરકાર દ્વારા હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોતા રાત્રિના 9થી સવારે 6 સુધી કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે ગતરોજ પાસના નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) નો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમણે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી હતી.
વિડીયો વાયરલ થતા તાત્કાલિક સુરત એસપી ઉષા રાડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કામરેજ પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયા સહિતના છ જણાની અટકાયત કરવામાં આવી હતી.
સુરત: કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘ્ઘન કરતા પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 લોકોની ધરપકડ કરાઈ#Surat #PAAS #AlpeshKathiria #Birthday #Celebration #Covidguidline #Police pic.twitter.com/eY1hX04O3K
— Gujarat Samachar (@gujratsamachar) December 25, 2020
આ પણ જુઓ : ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ 30 હજાર સ્વંયસેવકો પર કરાશે
કર્ફ્યૂ દરમિયાન કોઈપણ જાતની ઉજવણી કે કોઈપણ જાતના પ્રોગ્રામો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કામરેજ પોલીસ દ્વારા એપેડેમીક એકટ અંતર્ગત અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા, સંજય માવાણી, નીકુજં કાકડીયા, નીલેશ કૂભાણીની ધરપકડ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.