ZyCov D

ZyCov D

ઝાયડસ કેડિલા દ્વારા બનાવાયેલી કોરોના વેક્સીનને લઈ સારા સમાચાર આવ્યા છે. ઝાયડસની ZyCov D વેક્સીન સફળ થઈ રહ્યાનો દાવો કરાયો છે. ZyCov-D વેક્સીનનો પ્રથમ અને બીજું ટ્રાયલ સફળ રહ્યાનું ઝાયડસ તરફથી કહેવામાં આવ્યું છે.  

આ બંને ટ્રાયલમાં ઝાયડસ કેડિલાએ બનાવેલી પ્લાઝમીડ DNA વેક્સીનથી ધાર્યા પરિણામો મળ્યાનો દાવો કર્યો છે. ઝાયડસ દ્વારા કેહવામાં આવ્યું કે, પહેલા અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેક્સીનથી લોકોની ઇમ્યુનિટી વધી છે અને કોઈ આડઅસર જોવા મળી નથી. ત્યારે હવે ઝાયડસ કેડિલાએ ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝના પરિક્ષણ માટે પરવાનગી માંગી છે.

આ પણ જુઓ : આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી વિરૂદ્ધ કેસ દાખલ

ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝનું પરીક્ષણ 30,000 વોલેન્ટિયર્સ પર કરાશે. આ વેક્સિન બીજા ફેઝમાં 1000 જેટલા વોલેન્ટિયર્સને અપાઈ હતી. અત્યાર સુધી કરાયેલા ટ્રાયલના પરિણામો ઇન્ડિપેન્ડન્ટ ડેટા સેફ્ટી મોનિટરીંગ બોર્ડ – DSMB તેમજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCOને સોંપવામાં આવ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024