સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગના સાતમા માળેથી બાળક નીચે પટકાતા બે વર્ષીય બાળકનું મોત થયું છે. સાતમા માળેથી બાળક નીચે પટકાતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બાળક હાઉસકીપિંગમાં કામ કરતી મહિલાનું હતું. બે વર્ષીય બાળકને મહિલા કામ પર સાથે લઈને આવી હતી દરમિયાન આ ઘટના બની હતી. આ બાબતે પાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.