Corona
સુરતમાં Corona સંક્રમિત દર્દીઓનો આંકડો 29,083 ને પાર થઈ ગયો છે. તો છેલ્લા 12 કલાકમાં શહેરમાં 102 અને જિલ્લામાં વધુ એકવાર 110 નવા કેસ સામે આવતા 212 નવા કેસ ની સંખ્યા થઇ છે.
સુરતમાં વઘતા જતા Corona સંક્રમણને કારણે રાત્રે 10 વાગ્યા પછી વી.આઇ.પી.રોડ. ગૌરવ પથ. સીટીલાઇટ રોડ. ઘોડદોડ રોડ. તેમજ ડુમ્મસ રોડ ઉપર લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવા મનપા કમિશનર દ્વારા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે.
તેમજ સેન્ટ્રલ ઝોનના ચૌટા બજારમાં પણ મોડી રાત્રે દુકાનો બંધ કરાવી દેવા સેન્ટ્રલ ઝોનને કમિશનરે સુચના આપી છે. ઉપરાંત સૂચનાનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત શહેર-જિલ્લામાં કુલ મૃત્યુની સંખ્યા 923 ઉપર પહોંચી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં Corona ઍક્ટિવ દર્દી 2,543 છે. અને 25405 દર્દી સ્વસ્થ્ થઇ ચૂક્યા છે.
શહેરમાં અઠવા ઝોન સૌથી વધુ સંક્રમિત ઝોન બની રહ્યો છે, જેને લઇને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા જતા કેસો નું સંક્રમણ અટકાવવા માટે ધડાધડ કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મનપાના જુદા જુદા ઝોન વિસ્તારમાં સંક્રમણ ફરી ઍકવાર વધવા લાગ્યું છે. તથા વરાછા અને કતારગામ ઝોનમાં સતત કેસોમાં વધારો થઇ રહ્ના છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.