Surat

Surat

કોરોના મહામારી ને લઈને થયેલા લોકડાઉનને લીધે લોકો બેકાર બની ગયા છે. તેવા સંજોગોમાં પરિવારનું આર્થિક ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા લોકો આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યા છે. તેવાજ બે કિસ્સા સુરતમાં બન્યા છે.

આર્થિક રીતે બેકાર બનેલા સુરત (Surat) ના લીબાયત વિસ્તારના બે યુવાને આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અકેજ વિસ્તારમાં બે આવી ઘટના સામે બનતા ચકચાર મચી જવા પામી છે.

સુરત ના લીબાયત વિસ્તારમાં આવેલ  ઈચ્છાબા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ભિકન ગુલામ પિજારી શાકભાજીનો ધંધો કરતો હતો પરંતુ કોરોના મહામારી વચ્ચે તેનો વેપાર ચાલતો ન હતો. તે લાંબા સમયથી શાકભાજી વેચવા ન જતા પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી પરિવારે ઠપકો આપ્યો હતો.

આ પણ જુઓ : ગોડાઉનમાં પરિણીતાને એકલી જોઈ માલિકે રૂમનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું

પોતાનો વેપાર ન ચાલતો હોવાથી ઉપરાંત પરિવારે પણ ઠપકો આપતા માનસિક તણાવમાં આવતા ઘરમાં કોઈ નહોતું  તે સમયે ઘરનો દરવાજો બંધ કરી છત પરના  પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

બીજા કિસ્સામાં સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ સંતોષ નગરમાં ગલી નંબર બેમાં રહેતા 47 વર્ષીય શ્રીનિવાસ લક્ષ્મીનારાયણ દાસારી છૂટક મજૂરી કામ કરતો હતો. પણ કોરોના મહામારી વચ્ચે તેને યોગ્ય કામ નહિ મળતા સતત માનસિક તાણમાં છેલ્લા 6 મહિનાથી પીડાતો હતો અને તેમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી તેને કામ ન મળતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ જતા ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024