Railway

Railway

પશ્ચિમ રેલ્વે 28 ઓક્ટોબરથી પશ્ચિમ રેલ્વે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન (Railway) ચલાવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ભુજ અને બરેલી વચ્ચેની બીજી બે જોડીની ટ્રેનના 74 રાઉન્ડ પણ ચલાવવામાં આવશે.

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ શતાબ્દી એક્સપ્રેસ (02009) મુંબઇ સેન્ટ્રલથી દરરોજ રવિવાર સિવાય સવારે 06.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 12.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. વળતાંમાં ટ્રેન (02010) અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ શતાબ્દી એક્સપ્રેસ રવિવાર સિવાય દરરોજ બપોરે 14.45 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે 21.20 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

31મીએ PM મોદી અમદાવાદમાં સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે

ભુજ-બરેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (04312/04311)ના 32 ફેરાઓ. ટ્રેન (04312) ભુજ-બરેલી સ્પેશિયલ ટ્રેન દર સોમવારે, મંગળવાર અને ગુરુવારે 14.05 કલાકે ભુજથી ઉપડશે અને બીજા દિવસે 20.35 કલાકે બરેલી પહોંચશે. આ ટ્રેન તા્ 26 ઓક્ટોબરથી તા 30 નવેમ્બર સુધી ચાલશે. વળતામાં બરેલી -ભુજ સ્પેશિયલ. ટ્રેન  (04311) બરેલીથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે 06.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 12.05 વાગ્યે ભુજ પહોંચશે.   

તેમજ ભૂજ-બરેલી સ્પેશિયલ ટ્રેન તા. 28 ઓક્ટોબરથી તા. 2 ડિસેમ્બર સુધી ચાલશે. ભૂજ-બરેલી સ્પેશિયલ ટ્રેન (04322) ના 42 ફેરાઓ દર બુધવારે, શુક્રવાર, શનિવાર અને રવિવારે ભુજથી 17.05 કલાકે ઉપડશે. વળતાંમાં ટ્રેન (04321) બરેલીથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે 06.35 કલાકે ઉપડશે. આ ટ્રેન તા. 25 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2020 સુધી ચાલશે.   

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024