સુરેશ રૈનાએ ચેન્નઈ સુપરકિંગ્સને ટ્વિટર પર કર્યું અનફોલો

પોસ્ટ કેવી લાગી?

Suresh Raina

આ વખતે IPL 2020 માં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) નથી રમી રહ્યો. રૈનાએ CSK ને માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર અનફોલો કરી દીધું છે. મળતી માહિતી મુજબ, રૈનાએ શનિવારથી CSK ને ફોલો કરવાનું બંધ કરી દીધું છે.

નોંધનીય છે કે, આ વખતે આઈપીએલ શરૂ થવાના ઠીક પહેલા અંગત કારણોથી સુરેશ રૈના (Suresh Raina) ભારત પરત ફર્યો હતો. પરંતુ ત્યાર બાદમાં ચૈન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને રૈનાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ CSK ના ફેન્સ ચેન્નઈ સુપરકિંગ્સની હાર બાદ હંમેશા રૈનાને ટીમમાં પરત લાવવાની માંગ કરતા રહે છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સુરેશ રૈના અને ચેન્નઈ સુપરકિંગ્સના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે.

ચૈન્નઈની શુક્રવારે સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકો રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ હાર બાદ કહ્યું હતું કે રૈના અને રાયડૂ ન હોવાના કારણે ટીમ વિખેરાઈ ગઈ છે.

તો આ અંગે CSK ના સીઇઓ કાસી વિશ્વનાથને જણાવ્યું કે, રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેઓએ કહ્યું કે, જુઓ હાલમાં અમે રૈનાને પરત લાવવાનો વિચાર નથી કરી શકતા. તે જાતે ભારત પરત ગયા હતા. અમે લોકો તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ક્રિકેટમાં હાર અને જીત થતી રહેતી હોય છે. અમે લોકો જરૂર વાપસી કરીશું.

સુરેશ રૈના (Suresh Raina) એ શનિવારે એક ટ્વિટ કર્યું જેમાં તે વૈષ્ણોદેવીમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોગી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતાં જોવા મળી રહ્યા છે.

સુરેશ રૈના (Suresh Raina) આઈપીએલ છોડીને ભારત પરત આવવાના કારણે ટીમના માલિક એન. શ્રીનિવાસ તેનાથી ખૂબ નારાજ છે. તેઓએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે રૈના હોટલના રૂમને લઈને નારાજ થઈને ભારત પરત આવી ગયો. તેની સાથે જ શ્રીનિવાસને એવું પણ કહ્યું હતું કે સફળતા તેમના માથા પર ચઢી ગઈ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures