District Tobacco Control Unit

પાલનપુર સાઈકોલોજિસ્ટ કમરઅલી નંદોલિયા અને કાંકરેજ તાલુકા હેલ્થ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ હેઠળ ચેકીંગ કરવામાં આવ્યું હતુ. અગાઉ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ચેકીંગ દરમિયાન રૂપિયા બે હજાર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જનરલ પ્રોવિઝન સ્ટોર્સ અને પાનના ગલ્લા ના ચેકીંગ દરમિયાન રૂપિયા 1600 નો દંડ વસુલ કરી ને આઠ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે 18 વર્ષ થી નાની ઉંમર ના લોકો ને તમાકુ વેચાણ કરવું ગુન્હો બને છે અને દુકાનદારો દ્વારા આવા બોર્ડ ન લગાવેલ વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. ત્યારે અધિકૃત અને બિન અધિકૃત રીતે તમાકુ વેચાણ કરાતા વેપારીઓ ની દુકાનો પર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતાં ફફડાટ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024