- આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ ભાજપમાં જોડાયા.
- જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી દ્વારા કેસરીયો ખેસ પહેરાવી આવકાયૉ.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની પાર્ટી ને મજબુત બનાવવાની કામગીરી માં પરોવાયું છે. ત્યારે બુધવારના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કિંજલબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાં ઉપસ્થિત ભાજપ આગેવાનો દ્વારા તેઓને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટી માં જોડાવા બદલ આવકાર્યા હતા.
કિજલબેન પ્રજાપતિ ની સાથે સાથે ભાવનાબેન પ્રજાપતિ પણ ભાજપમાં જોડાયા હોય બન્ને મહિલાઓને ભારતીય જનતા પાર્ટી માં જોડાવા બદલ આવકારી પાર્ટીની કાયૅ પ્રણાલી થી વાકેફ કરી પાર્ટી નાં કામમાં લાગી જવા હાંકલ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ સહિત ની મહિલા ભાજપમાં જોડાવાના પ્રસંગે ભાજપ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ રોહિત પટેલ પણ હાજર રહ્યા હતા.
- પાટણ: રાધનપુર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બાઈક ચોર ને ઝડપી પાડયો
- પાટણ : ગાડીને નુકશાન કરવાનો વહેમ રાખી ગેસ વેલ્ડીંગવાળા ઉપર કરાયો જીવલેણ હુમલો.
- પાટણ શહેરમાં વધુ એક ડિગ્રી વગર નો ડૉકટર? પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે ક્લિનિકમાં રેડ કરી.
- પાટણ 140મી રથયાત્રા : મંદિર પરિસર ખાતે રંગરોગાન,રથોની સફાઈ તેમજ રોશની નો ઝગમગાટ સજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
- પાટણ: સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી