Sushant Singh Rajput
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પશ્ચિમ બંગાળના એક ચાહકે તેનું એક વેક્સ સ્ટેચ્યુ બનાવ્યું છે. આ આર્ટિસ્ટ આસનસોલનો રહેવાસી છે. સોશિયલ મીડિયા પર આ વેક્સ સ્ટેચ્યુ જોયા પછી સુશાંત સિંહ રાજપૂતના ચાહકો ખુશ થઇ ગયા છે. 17 મી સપ્ટેમ્બરે સુશાંત સિંહ રાજપૂતના આ વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
હવે આ પૂતળાને એક મ્યુઝિયમમાં રાખવામાં આવશે. લોકડાઉન પુરુ થતાં મ્યુઝિયમ ખુલશે ત્યારે આ સ્ટેચ્યુને ત્યાં શિફ્ટ કરવામાં આવશે.
આ પણ જુઓ : વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1 આ તારીખે ઓનલાઇન રિલીઝ થશે
એટલુંજ નહિ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સની ઇચ્છા છે કે, લંડનના મેડમ તુસાદના મ્યુઝિયમમાં સુશાંતનું સ્ટેચ્યુ મુકવામાં આવે. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે એક પિટીશન પણ ફાઇલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતનું એક સ્ટેચ્યુ મેડમ તુસાદમાં રહેવું જોઇએ. આ તેને સમ્માન આપવા બદલ હશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.