• કાશ્મીરમાં ઈન્ટરનેટ શટડાઉનથી કારોબાર ઠપ, 5 લાખ લોકોની નોકરી ગઈ; નેટની ધીમી સ્પીડના કારણે ફોટો અપલોડ થઈ શકતો નથી.
  • 24 જાન્યુઆરીથી 2 જી ઈન્ટરનેટ સર્વિસ શરૂ થઈ ગઈ, જોકે તેની સ્પીડ ખૂબ જ ધીમીઘણા સ્ટાર્ટઅપ બંધ થવાની સ્થિતિમાં, સેલ ફોન સેકટરમાં લોકોની નોકરીઓ ખતરામાં કાશ્મીર.
  • કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટવાના 6 મહીના બાદ પણ ઈન્ટરનેટ એક્સેસ એક મોટો પડકાર છે. ભલે 2જી ઈન્ટરનેટ સર્વિસને શરૂ કરવામાં આવી હોય, પરંતુ ધીમી સ્પીડના કારણે લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી.
  • કાશ્મીરના ફોટો જર્નાલિસ્ટ તારિકનું કહેવું છે કે અમે ઈમેલમાં ફોટો પણ અપલોડ કરી શકતા નથી. ઈન્ટરનેટની સ્પીડ એટલી ધીમી છે કે વેબસાઈટ પણ ખુલતી નથી. કાશ્મીરમાં માત્ર મોબાઈલ ઈન્ટરનેટને શરૂ કરવામાં આવ્યું છે, જો કે, બ્રોડબેન્ડ કનેક્શન હજી સુધી બંધ છે.બ્રોડબેન્ડ કનેક્શન શરૂ કરતા પહેલા ટેલિકોમ કંપનીઓને એક બોન્ડ પર સહી કરવવામાં આવી રહી છે, જેથી યુઝર્સ સોશિયલ મીડિયા એક્સેસ ન કરી શકે. આ બોન્ડમાં માત્ર સોશિયલ મીડિયા જ નહિ પરંતુ વીપીએન સર્વિસ, વાઈફાઈ, એન્ક્રિપ્ટેડ ફાઈલ્સ, વીડિયો અને ફોટો અપલોડ કરવાની અનુમતિ પણ ન આપવાની વાત કરવામાં આવી છે. આ સિવાય કમ્પ્યુટરના તમામ યુએસબી પોર્ટને પણ ડિસેબલ કરવા પડશે.
  • જો ઈન્ટરનેટનો કોઈ પણ પ્રકારનો દૂર ઉપયોગ થશે તો તેની જવાબદારી કંપનીની રહેશે. આ સિવાય સુરક્ષા એજન્સીઓના કહેવા પર કંપનીઓએ કન્ટેન્ટનું એક્સેસ પણ આપવું પડશે.
  • જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 હટવવામાં આવ્યા બાદ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. લદ્દાખમાં 27 ડિસેમ્બરથી ઈન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું હતું, જોકે કાશ્મીરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ છે.ત્યારબાદ જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ પ્રતિબંધોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ઈન્ટરનેટ બંધારણના અનુચ્છેદ-19 અંતર્ગત મૌલિક અધિકાર છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024