- વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે હવે ભારતના અનેક રાજ્યોમાં તીડના આક્રમણ નામની વધુ એેક આફત ઉતરી આવી છે.
- રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યોના ખેતરો પર તીડે ત્રાટકીને પાકને નુકશાન પહોંચાડ્યું છે.
- સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન’એ પણ આ અંગે અનુક્રમે ચેતવણી આપી હતી કે કેન્દ્ર કે રાજ્ય સરકારે આ અંગે ખાસ ધ્યાન આપ્યું ન હતું.
- પરિણામે રાજસ્થાનના જયપુર જેવા શહેરોમાં તો તીડના આક્રમણના કારણે અંધારપટ જેવો માહોલ જોવા સર્જાયો હતો.
- પાકિસ્તાનથી આવેલું તીડનું ટોળું રાજસ્થાનના જયપુર શહેરના રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું.
- આકાશમાં લાખોની સંખ્યામાં તીડના ટોળાં જોઈને શહેરવાસીઓ પણ ચોંકી ગયા. જાણે આખું આકાશ તીડના ટોળાથી ઢંકાઈ ગયું હતું.
- જયપુરવાસીઓએ પોતાનો આ અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે તેમણે અત્યાર સુધી માત્ર તીડના હુમલા વિશે સાંભળ્યું હતું.
- પરંતુ પહેલીવાર તેમણે આટલી મોટી સંખ્યામાં તીડ જોયા હતા.
- અનેક ઘરોના ધાબા પર ક્યાં તો લોકોના ઘરની અંદર સુધી તીડ ઘૂસી આવ્યાં હતાં.
- આ તીડને ભગાડવા માટે લોકોએ થાળીઓ ખખડાવવાથી લઈને ફટાકડા ફોડવા સુધીના બધા જ પ્રયાસો કર્યા હતા.
- સદનસીબે બપોર સુધીમાં કેટલાંક વિસ્તારોમાં આ તીડની સંખ્યા ઘટી ગઈ હતી.
- આ તીડને ભગાડવા માટે તંત્રએ પણ દવાનો છંટકાવ કર્યો હતો.
- ભારત પર છેલ્લા ૨૬-૨૭ વર્ષમાં થયેલું આ સૌથી મોટું તીડાક્રમણ છે.
- આ પહેલા ૧૯૯૩-૯૪ના વર્ષે તીડનું તાંડવ જોવા મળ્યું હતું.
- ૨થી ૩ ગ્રામ વજન અને ૩થી ૪ ઈંચનું કદ ધરાવતું એક તીડ લાખો લોકોના ભાગનો પાક ખાઈ જવાની ક્ષમતા ધરાવે છે.
- એક તીડનું ટોળું રોજના દસ હાથી જેટલો ખોરાક ખાવાની કેપેસિટી ધરાવે છે.
- તીડનું ટોળું ત્રાટકે ત્યાં ખેતરનો બધો જ પાક સાફ કરી નાખે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.
- તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News