• વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે હવે ભારતના અનેક રાજ્યોમાં તીડના આક્રમણ નામની વધુ એેક આફત ઉતરી આવી છે.
  • રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યોના ખેતરો પર તીડે ત્રાટકીને પાકને નુકશાન પહોંચાડ્યું છે.
  • સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન’એ પણ આ અંગે અનુક્રમે ચેતવણી આપી હતી કે કેન્દ્ર કે રાજ્ય સરકારે આ અંગે ખાસ ધ્યાન આપ્યું ન હતું.
  • પરિણામે રાજસ્થાનના જયપુર જેવા શહેરોમાં તો તીડના આક્રમણના કારણે અંધારપટ જેવો માહોલ જોવા સર્જાયો હતો. 
  • પાકિસ્તાનથી આવેલું તીડનું ટોળું રાજસ્થાનના જયપુર શહેરના રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું.
  • આકાશમાં લાખોની સંખ્યામાં તીડના ટોળાં જોઈને શહેરવાસીઓ પણ ચોંકી ગયા. જાણે આખું આકાશ તીડના ટોળાથી ઢંકાઈ ગયું હતું.
  • જયપુરવાસીઓએ પોતાનો આ અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે તેમણે અત્યાર સુધી માત્ર તીડના હુમલા વિશે સાંભળ્યું હતું.
  • પરંતુ પહેલીવાર તેમણે આટલી મોટી સંખ્યામાં તીડ જોયા હતા.
  • અનેક ઘરોના ધાબા પર ક્યાં તો લોકોના ઘરની અંદર સુધી તીડ ઘૂસી આવ્યાં હતાં.
  • આ તીડને ભગાડવા માટે લોકોએ થાળીઓ ખખડાવવાથી લઈને ફટાકડા ફોડવા સુધીના બધા જ પ્રયાસો કર્યા હતા.
  • સદનસીબે બપોર સુધીમાં કેટલાંક વિસ્તારોમાં આ તીડની સંખ્યા ઘટી ગઈ હતી.
  • આ તીડને ભગાડવા માટે તંત્રએ પણ દવાનો છંટકાવ કર્યો હતો. 



  • ભારત પર છેલ્લા ૨૬-૨૭ વર્ષમાં થયેલું આ સૌથી મોટું તીડાક્રમણ છે.
  • આ પહેલા ૧૯૯૩-૯૪ના વર્ષે તીડનું તાંડવ જોવા મળ્યું હતું.
  • ૨થી ૩ ગ્રામ વજન અને ૩થી ૪ ઈંચનું કદ ધરાવતું એક તીડ લાખો લોકોના ભાગનો પાક ખાઈ જવાની ક્ષમતા ધરાવે છે.
  • એક તીડનું ટોળું રોજના દસ હાથી જેટલો ખોરાક ખાવાની કેપેસિટી ધરાવે છે.
  • તીડનું ટોળું ત્રાટકે ત્યાં ખેતરનો બધો જ પાક સાફ કરી નાખે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.
  • તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024