T20 World Cup VIRAT KOHLI

ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડકપમાં (T20 World Cup) સતત બીજી હાર સહન કરવી પડી છે. આ પહેલાં પાકિસ્તાન અને રવિવારે ન્યૂઝીલેન્ડે ભારત ને હરાવ્યું હતું. આ હાર બાદ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થાકેલા જોવા મળતા હતા. મેચમાં હાર બાદ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એક પ્રેસ કોન્ફરન્સમાં પણ કઈક આવી જ વાત કરી હકતી. તેમણે કહ્યું કે ઘણી વાર તમને આરામની જરૂર હોય છે. હવે તો શરીર થાકી ગયું છે આરામની જરૂર છે.

ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ આના પહેલાં IPL માં હતા અને તે પહેલાં પણ ક્રિકેટ રમી રહ્યા હતા. આમ આઈપીએલના ઝડપી ફોર્મેટનો થાક અને માનસિક તણાવ લઈને ટીમ મેદાનમાં ઉતરી હતી ત્યારે ખેલાડીઓના પ્રદર્શનમાં આ થાક જોવા મળ્યો છે.

બુમરાહે એવું પણ કહ્યુ કે થાકની અસર જરૂર પડે છે પરંતુ તેનું બહાનું બનાવી શકાય નહીં. અમે વર્તમાન કન્ડીશન અને શિડ્યુલ સાથે તાલમેલ બેસાડવાની કોશિષ કરી રહ્યા છીએ. જ્યારે પણ મેદાનમાં ઉતરીએ ત્યારે કેટલીક વાતો પર તમારો કંટ્રોલ હોતો નથી. તમારા માટે કેટલાક દિવસો સારા હોય છે અન કેટલાક દિવસો ખરાબ હોય છે. એક ક્રિકેટરના જીવનમાં આ તમામ બાબતો એક હિસ્સો હોય છે. એટલે તમારી ભૂલનું આંકલન કરીને એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

કેપ્ટન વિરાટ કોહલીની (VIRAT KOHLI) હાર થયા બાદ બેટ્સમેનો પર હારનું ઠીકરુ ફોડ્યુ. આ સાથે જણાવ્યું કે અમે બહાદૂરીપૂર્વક બેટીંગ કરી નથી. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની હાર થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ન્યૂઝીલેન્ડ ટીમે પ્રથમ ઓવરથી અમારી પણ દબાણ બનાવ્યું હતુ. આ ખૂબ કપરો દિવસ હતો. અમે બેટીંગ અથવા બોલિંગ દરમ્યાન બહાદૂરીનું પ્રદર્શન કર્યુ નથી. અમે જ્યારે પણ એટેક કરવા ગયા ત્યારે અમે વિકેટ ગુમાવી છે.

વિરાટ કોહલીએ કહ્યું, જ્યારે પણ ભારત માટે મેચ રમી રહ્યાં છો ત્યારે ચાહકોને તમારી પાસે વધુ આશા હોય છે. ફક્ત પ્રશંસકોને નહીં પરંતુ ખેલાડી તરીકે પણ તમારે ઘણી આશા સાથે રમવાનુ હોય છે. જોકે, હજી ટુર્નામેન્ટમાં મેચ રમવાની બાકી છે. આગામી મેચમાં અમારે સકારાત્મક દ્રષ્ટિકોણથી મેચ રમવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024