ICC T20 World Cup 2021

ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડકપમાં (T20 World Cup) સતત બીજી હાર સહન કરવી પડી છે. આ પહેલાં પાકિસ્તાન અને રવિવારે ન્યૂઝીલેન્ડે ભારત ને હરાવ્યું હતું. આ હાર બાદ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થાકેલા જોવા મળતા હતા.

ભારતને સુપર 12 ચરણમાં બાકીના તમામ મેચ જીતવાની જરૂરિયાત છે. મેન ઇન બ્લૂના ત્રણ મેચ બાકી છે. તેમનો મુકાબલો 3 નવેમ્બરે અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામીબિયા સાથે થશે. ભારતને આ ત્રણ મેચમાંથી છ પોઈન્ટ મેળવવાની જરૂર છે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ યોગ્ય નેટ રન રેટ માટે મેચ મોટા માર્જિનથી જીતે

ન્યૂઝીલેન્ડના બે મેચમાં બે પોઇન્ટ છે. તેમના બાકીના મેચ અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડની સામે છે. ભારતની સામે બ્લેક કેપ્સના પ્રદર્શનને ધ્યાનમાં રાખી ઘણા ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે તેઓ નામીબિયા અને સ્કોટલેન્ડને હરાવી દેશે. એવામાં બે ક્વોલિફાયરને હરાવીને તેમના નામે 6 પોઇન્ટ થઇ જશે.

જ્યારે અફઘાનિસ્તાનની પાસે વધેલા બે મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છે. પહેલી શરત અનુસાર ભારતે અફઘાનિસ્તાનને 4 પોઇન્ટ્સથી હરાવવું પડશે. તેથી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 7 નવેમ્બરે યોજાનાર મેચ ભારત માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. જો ન્યૂઝલેન્ડ તે મેચ જીતે છે તો તેઓ ક્વોલીફાઈ કરી લેશે અને ભારત-અફઘાનિસ્તાન આઉટ થઇ જશે.

જો અફઘાનિસ્તાન જીતે છે તો ભારત અને ન્યૂઝીલેન્ડની પાસે 6 પોઇન્ટ થઇ જશે. શ્રેષ્ઠ નેટ રન રેટવાળી ટીમ સેમીફાઇનલ માટે ક્વોલીફાઇ કરશે અને જો ભારત પોતાના છેલ્લા મેચ મોટા અંતર સાથે જીતે છે, તો ભારત જ તે ટીમ બની શકે છે, જે ક્વોલીફાઇ થશે. જોકે ઘણા લોકોને આ અશક્ય લાગે છે..પણ કહેવાય છે ને કે આશા અમર છે. તેથી હજુ પણ ભારત માટે આશાની એક કિરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024