પાટણ : રુની ખાતે યોજાયો સંવાદ કાર્યક્રમ

પાટણ જીલ્લાના તાલુકા, શહેર અને જિલ્લાના કોંગ્રેસના સંયોજકોનો સંવાદ કાર્યક્રમ પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણ તાલુકાના રૂની ગામ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જીલ્લા નિરીક્ષક ગજેન્દ્રસિહ રહેવર, સહિત તાલુકા પ્રમુખો , જીલ્લા અને તાલુકાના હોદ્દેદારો, વિવિધ ફ્રન્ટલોના હોદ્દેદારો અને સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. … Read more

પાટણ : રોહિત અને વણકર સમાજની ટોપલા ઉજાણી…

પાટણ શહેરમાં ભાદરવા સુદ આઠમ નિમીતે શહેરના અનુસુચિત જાતી સમાજની સમુહ ટોપલા ઉજાણીના ત્રિદિવસીય પર્વનો પ્રારંભ થયો હતો. પાટણ શહેરમાં વિવિધ મહોલ્લાઓમાં વસતા અનુસુચીત જાતી પૈકી વણકર અને રોહીત સમાજની ટોપલા ઉજાણી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાથી વાજતે ગાજતે વડીલો અને સમાજના સૌ ભાઈઓ બહેનો નીકળ્યા હતા. જેમાં બહેનો નવા વસ્ત્રો ધારણ કરીને માથે ટોપલા ઉપાડીને … Read more

પાટણ : જોગણી માતાની ધારવણી નીકળી.

પાટણ જળચોક ઠાકોર સમાજ દવારા ભાદરવા સુદ નોમના દિવસે શ્રી જોગણી માતાજીની ધારવણી કાઢવામાં આવે છે આ ધારવણી જોગણી માતાના મંદિરેથી નીકળી ઢોલ અને ડેકલા સાથે નીકળે છે આ ધારવણીમાં ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના ભુવાજી માતાજીની સાકળથી રમે છે જોગણી માતાની જયજયકાર કરે છે. ધારવણી નીકળે ત્યારે માતાજીના દોરાનું ખુબજ મહત્વ હોય છે. અને … Read more

પાટણ : અખંડ ભારત સંકલ્પ દિનની કરાઈ ઉજવણી

કેશવ માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા પાટણ નગરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે •વલય દંડ• ની સ્પર્ધા રાખેલ હતી આ સ્પર્ધા ૧૪ ઓગસ્ટ થી એક મહિના સુધી પાટણ નગરમાં થયેલ તેમાં પાટણ નગરમાં દરેક શાખા સહ સ્પર્ધા થઇ ત્યારબાદ ઉપનગર સ્તરે સ્પર્ધા થઈ ત્યારબાદ વિજેતા ટીમો ની નગર સ્તરે સ્પર્ધા થઇ તેમાં વય ગટ પ્રમાણે સ્પર્ધા … Read more

પાટણ : ગણપતિ મહોત્સવને લઈ અન્નકુટ અને યોજાઈ આરતી

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના પાવન દિવસે પાટણ શહેરના અનેક મહોલ્લા-પોળો અને સોસાયટીઓમાં ગણેશજીની ભારે શ્રધ્ધા અને ભકિત સાથે સ્થાપનાઓ કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં આવેલા કેશુશેઠની પોળ ખાતે પ્રથમ વખત દશ દિવસીય કેશુશેઠ કી પોળ કા રાજા ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ગણપતિ મહોત્સવને લઈ સ્થાનિક … Read more

પાટણ : શહેરની ચાર હોસ્પિટલ સહિત ૧૬ સ્કૂલોના કપાશે કનેકશનો

પાટણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા વગર ચાલતા હોસ્પિટલ તેમજ શાળાઓને નગરપાલિકા દ્વારા એન.ઓ.સી લેવા માટે નોટિસ આપવા છતાં સંચાલકો અને જે તે માલિકો દ્વારા તેની ગંભીરતા ના લેતા બુધવારે નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. હોસ્પિટલો અને શાળાઓ મળી ર૦ સ્થળોના કનેક્શન કાપવા માટે પાલિકાની ટિમે કાર્યવાહી શરૂ કરી હતી. શહેરની જનરલ હોસ્પિટલ તેમજ અન્ય … Read more

પાટણ : બેરોજગારોને રોજગારી આપવા તાલીમનો કરાયો પ્રારંભ

પાટણ શહેરમાં ૩પ જેટલા કૌશલ્યધારીઓને સ્ટાર્ટઅપ અંતર્ગત એ.સી. રીપેરીંગ ફીટીંગ અને તેને લગતી અન્ય પ્રકારની એક મહિનાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર કરવા માટેનાં પ્રોજેકટનો ગતરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણની ફતેહસિંહરાવ લાયબ્રેરીનાં વ્યવસ્થાપકો દ્વારા હાલમાં પુસ્તકાલય પ્રવૃત્તિ ઉપરાંત યુવાનોને રોજગારલક્ષી તાલીમો આપવા માટે શરુ કરાયેલ વિવિધ ટેકનીકલ અને કૌશલ્યવર્ધક અભ્યાસક્રમોની શ્રૃંખલામાં ગતરોજ પુસ્તકાલયના દાતા પરિવારના … Read more

પાટણ : અનાવાડા ખાતે રામાપીરને નેજા ચડાવાયા.

ભાદરવા સુદ નોમ નિમિતે આજે ઠેર ઠેર રામાપીરના મંદિરો ખાતે ભાવિક ભકતોની ભીડ જોવા મળી હતી. રાજસ્થાનના યાત્રાધામ રણુંજા સહિત સર્વત્ર રામદેવપીરના મંદિરોમાં શ્રધ્ધા- ભકિતના માહોલમાં બાબા રામદેવપીરને નોમના નેજા ચઢાવવામાં આવ્યા હતાં. પાટણ અનાવાડા ગામ ખાતેના રામાપીરના મંદિરે આજે હર્ષોલ્લાસ પૂર્વક ગામના મહાદેવના મંદિરેથી રામાપીરની ભજન મંડળી ગાતા નેજાને રામાપીરના મંદિરે લાવી શાસ્ત્રોકત વિધિ … Read more

પાટણ : પીંપળાગેટથી નિકળી નેજાની શોભાયાત્રા…

ભાદરવા સુદ-નોમ નિમિતે પાટણ શહેરના તમામ રામદેવ પીરના મંદિરો ખાતે ભાવિક ભકતો દ્વારા રામાપીરના નેજા શાસ્ત્રોકત વિધિ વિધાનથી ચડાવવામાં આવ્યા હતા ત્યારે શહેરના પીંપળા ગેટ વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિરેથી ભીલ સમાજ દ્વારા પરંપરાગત રીતે રામાપીરનો વરઘોડો અને શોભાયાત્રા બાબાની છબી બગીમાં બિરાજમાન કરી શહેરના જાહેર માર્ગો પર ફરી નોમના નેજા ભકિતભાવ અને શ્રધ્ધાથી બાબા રામદેવના … Read more

પાટણ : વરસાદ પડતાં ખેડૂતોમાં જોવા મળ્યો આનંદ

પાટણ જિલ્લામાં ચોમાસુ સિઝન બરાબરની જામી છે. ત્યારે બે ત્રણ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતા મંગળવારના રોજ સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોત જોતામાં વરસાદ વરસવાનું શરૂ થતા જિૡાના સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ અને રાધનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પાટણ શહેરમાં મંગળવારની સાંજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને લઈ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures