પાટણ : વરસાદના પગલે જજૅરીત મકાન ધરાશાયી

Patan News : પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તાર માં આવેલ ખાલકપરા કુંભારવાસમાં જર્જરીત બનેલ ઈશ્વરલાલ ચુનીલાલ પ્રજાપતિનું મકાન છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદના (Rain) પગલે મંગળવાર ની વહેલી સવારે ધરાસાઈ બનતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે મકાન ધારાસાઈ થયું ત્યારે વિસ્તારમાં કોઈની અવર-જવર ન હોય તેમજ જજૅરિત મકાન … Read more

કડીમાં 48 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો – અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પૂલ

Mehsana : કડી પંથકમાં આ વર્ષે સામાન્યથી અતી ભારે વરસાદ (Rain) પડ્યો હતો. આ વર્ષે ચોમાસાની સીઝનનો સૌથી વધુ વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં પડતા અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. કડી … Read more

પાટણ : પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળુ ભરાતા શહેરીજનોને હાલાકી.

પાટણ(patan) શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ગતરોજથી વરસાદ મુશળધાર પડી રહયો છે ત્યારે પાલિકા દવારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલા મોન્સુન પ્રિ-પ્લાનની પોલ વરસાદે ખોલી દેતાં માત્ર કાગળ પર જ મોન્સુન પ્રિ-પ્લાન કરવામાં આવ્યો હોય તેવું પ્રથમ વરસાદમાં જ જોવા મળ્યું હતું. પાટણ શહેરના પ્રથમ ગરનાળા પાસે વરસાદી પાણી ન ભરાય તે માટે ભૂગર્ભ ચેમ્બર બનાવી … Read more

પાટણ : કર્મભૂમિ રોડ પર નાંખેલી સ્ટ્રોમ વોટર બની શોભાના ગાંઠિયા સમાન.

પાટણ(patan) શહેરના ટેલીફોન એક્ષાચેન્જ રોડ પર આવેલી કર્મભૂમિ સોસાયટી પાસે ભરાઈ રહેતાં વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા પપ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે જે મોટી પાઈપો નાખી નિરાકરણ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પાણીમાં ગઈ હોય એવું આ વિસ્તારના રહીશોનું કેવું છે પ્રથમ વરસાદે જ રૂપિયા પપ લાખ જેવી માતબર રકમ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાટે જે આયોજન કરવામાં આવ્યું હતું તે પાણીમાં ગયું છે

આજે સવારે આવેલ વરસાદના કારણે આ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો અને રાહદારીઆેને આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી વરસાદી પાણી એટલુ ભરાઈ ગયું હોવાથી લોકો સાધન લઈને નીકળી શકતા ન હતા અને ઘણા સાધનો બંધ પડી ગયા હતા આ વિસ્તારના રહીશો એ જાતે ઢાંકણા ખોલી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

પરંતુ જો એક સાથે પાંચ થી સાત ઇંચ વરસાદ(rain) પડે તો આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જાય તેવી સંભાવનાઓ સ્થાનિક રહીશો સેવી રહયા છે. રાત્રે વરસાદ દરમિયાન આ વિસ્તારના કોપોરેટર પાટણ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ આેફિસરને બોલાવી આ વિસ્તારના રહીશોએ પાણી નિકાલ માટે રજૂઆતો કરી હતી.

રૂપિયા પપ લાખ જેવી માતબર રકમ વરસાદી પાણીના નિકાલ માટે નું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વરસાદી પાણી નું નિરાકરણ લાવવા માટે વરસાદી પાણીની લાઈનના ઢાંકણા ઊંચા કરવાથી પાણીનો નિકાલ થાય છે પરંતુ આનો કાયમી નિકાલ કેવી રીતે લાવવો રાત્રે એકીસાથે ખુબ વરસાદ પડે તો ઢાંકણા કોણ ખોલવા આવશે તે પણ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.

ખરેખર આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે આ વિસ્તાર સાથે વર્ષોથી આેરમાયું વર્તન પાલિકા દ્વારા દાખવવામાં આવી રહયું છે. કર્મભૂમિ વિસ્તારમાં એકબાજુ ભૂગર્ભ ગટર ઉભરાવાનો મોટો પ્રશ્ન તો યથાવત જ છે તો બીજીબાજુ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વરસાદી પાણીમાં ભળી જવાથી મોટો રોગચાળો ફેલાવાથી સ્થાનિક રહીશો દહેશત સેવી રહયા છે. ત્યારે ભૂગર્ભના ગંદા પાણી(water) સહિત વરસાદી ભરાઈ રહેતાં પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી હતી.

પાટણ : પ્રથમ વરસાદમાં જીવનધારાની કેનાલ થઈ ઓવર ફલો

પાટણ(patan) શહેરમાં ગતરોજથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે પાટણ નગરપાલિકાના વિકાસની પોલ ખુલ્લી કરી હતી અને ઠેરઠેર વરસાદી પાણી ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રુપિયાના ખર્ચે નાંખવામાં આવેલી સ્ટ્રોમ ડ્રેનેજ ગટર લાઈન શોભાના ગાંઠિયા સમાન બની હતી ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં વરસાદી પાણીનો આવરો હોવાથી અહીં પણ સ્ટ્રોમ ડ્રેનેજ વોટર પાઈપલાઈન નાંખવામાં … Read more

પાટણ : પાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પ્રથમ વરસાદે જ ખોલી પોલ

પાટણ(patan) શહેર ખાતે પ્રથમ વરસાદમાં જ પાટણ નગરપાલિકા નો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો ગત વર્ષે પાટણ શહેરમાં બનેલા નવીન રોડ માં કોઈપણ સુપરવિઝન પાટણ નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી ન થવાના કારણે નવીન બનેલા રોડ લેવલિંગ વગરના અને કુદરતી પાણી ના જેટલા નિકાલ હતા તે બંધ થતાં આજે તમામ નવીન બનેલા રોડમાં પાણી ભરાયા હતા.

તેમજ પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ સારું સ્ટ્રોમ વોટર લાઈન ની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી પહેલેથી જ શંકાના દાયરામાં હતી તેમ છતાં પણ પાટણ નગર પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તથા જવાબદાર ચેરમેનશ્રીઓ અને કર્મચારી દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન ન કરવામાં આવતા અને આ કામગીરી હલકી કક્ષાની હોઇ જે વિસ્તારમાં કામગીરી ચાલતી હતી તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરઓ અને રહીશોએ વારંવાર ફરિયાદ કરવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈપણ નોટિસ આપેલ નથી કે ખુલાસો પુછવામાં આવેલ નથી ગતરોજ પડેલ પ્રથમ વરસાદ(rain) ના કારણે પાટણ નગરપાલિકાની ભ્રષ્ટાચાર વાળી કામગીરી ખુલ્લી પડેલ છે પાટણ શહેરમાં જે જગ્યાએ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે તમામ વિસ્તારમાં હાલ ભુવોઓ પડ્યા છે તેમજ આ ભૂવાઓના કારણે ઘણા પ્રજાજનો હેરાન પરેશાન થયા હતા

છીડીયા દરવાજા થી પારેવા સર્કલ થઈ પ્રિતાંબર તળાવ સુધી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે લાઇન રોડ લેવલ કરતાં ઉંચી હોય આ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને પાણી ના નિકાલ સારું ગેરકાયદેસર વરસાદી પાણી ભૂગર્ભ ગટર લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન ના ઢાંકણા ખોલી વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ પાટણ શહેરમાં નીલમ સિનેમા થઈ મીરા દરવાજા પાટણ શહેરના શ્રદ્ઘા ફ્લેટ થી ગૂંગડી તળાવ, કાળી બજારથી ખાનસરોવર તરફ અને પારેવા સર્કલ થી પીતાંબર તળાવ ના વિસ્તારો માં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા હતા અને ભૂવાઓ પડ્યા હતા.

પાટણ શહેરમાં જે તમામ જગ્યાએ ભુવાઓ પડ્યા છે તેને તાત્કાલિક પુરાણ અને રોડ લેવલિંગ કરવા સારું પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કે કોન્ટ્રાક્ટરને સત્વરે નોટિસ આપીને આ ભુવા ની કામગીરીનું પુરાણ કરાવે તેમજ પાટણ શહેરમાં મોબાઇલના ટાવરની જે ખોદકામની કામગીરી ચાલે છે તે કોન્ટ્રાકટરને નોટિસ પાઠવીને ચોમાસુ પુર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી ન કરવા કડક સૂચના આપવામાં આવે તેવું વિરોધ પક્ષાના નેતા ભરત ભાટીયાએ જણાવ્યું હતું.

Rain: હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી

Rain હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદ (Rain) ની આગાહી કરી છે. તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત બાકીના ભાગો એકંદરે કોરા રહેશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ (Rain) જોવા મળ્યો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે. … Read more

સુરત: 2 કલાકમાં 11 ઇંચ વરસાદ, વીરા નદીમાં ઘોડાપુર આવ્યા…

Rain દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં 11 ઇંચ વરસાદ (Rain) વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયા છે. તેમજ ધોધમાર વરસાદને પગલે ચિતલડા અને ખાંભા બંગલીને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. તથા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે. ધોધમાર વરસાદ (Rain) ને પગલે વીરા નદીમાં ઘોડાપુર … Read more

Rain: ગુજરાતમાં વધુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

Rain હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હજુ આગામી 5 દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. સોમવારે સવારે 6 કલાક સુધીમાં રાજ્યનાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છનાં મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં સૌથી વધુ 3.72 ઇંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. રવિવારે સૌરાષ્ટ્રમાં મહત્તમ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. તથા સાબરકાંઠાના … Read more

Rain: ઉ.ગુજરાતમાં ઘોઘમાર વરસાદ,વીજળી પડતા 4 લોકોના થયા મોત

Rain રાજ્યમાં છેલ્લા 4 દિવસના વિરામ બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લીમાં વરસાદી માહોલ છવાયો છે. અંબાજી પંથકમાં 3 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. બનાસકાંઠાના અંબાજીમાં પડેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તો વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. #WATCH Gujarat: Several parts of Banaskantha district … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures