તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ વહીવટી તંત્ર સજ્જ : કુલ-80 કેન્દ્રો પર કુલ-26,850 ઉમેદવારો પરીક્ષા આપશે

પોસ્ટ કેવી લાગી?

Talati Cum Mantri Exam 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. પાટણ જિલ્લાના કુલ- 26,850 ઉમેદવારો પરીક્ષા આપશે. 80 પરીક્ષા કેન્દ્રો પર કુલ-26,850 ઉમેદવારો આ પરીક્ષા આપનાર હોઇ, પરીક્ષાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના માર્ગદર્શન અને સુચના પ્રમાણે દરેક પરીક્ષા કેન્દ્રો ૫૨ બોર્ડના પ્રતિનિધિ, સીસીટીવી ઓબ્ઝર્વર, રૂટ સુપરવાઈઝર, આસીટન્ટ રૂટ સુ૫૨વાઈઝરની સહિત 10924નો વહીવટી સ્ટાફ પરીક્ષા કેન્દ્રો પર રહેશે. તેમજ 458 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે આમ કુલ 2382નો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેશે.

અધિકારીઓ અને કર્મચારીઓને સોંપાઈ ફરજ

પરીક્ષાનું સંચાલન વધુ કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે થાય તે હેતુથી જિલ્લાના જુદા જુદા વહીવટી વિભાગોના અધિકારી/કર્મચારીઓને ફરજો સોંપવામાં આવી છે. જિલ્લા કક્ષાએ એક નાયબ કો-ઓર્ડીનેટર(જનરલ) તથા તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્રની સંવેદનશીલતાને ધ્યાને લઇ નાયબ કલેક્ટરશ્રી (વર્ગ – ૧) કક્ષાના નાયબ જિલ્લા કો-ઓર્ડીનેટરની નિયુક્તી કરવામાં આવી છે.

તમામ પરીક્ષા કેન્દ્રો પર કેન્દ્ર સંચાલક, સુપરવાઇઝર, ઇન્વિજીલેટર (ખંડ નિરીક્ષક), સહાયક સ્ટાફની નિયુક્તિ કરવામાં આવેલ છે. તમામ ૮૦ કેન્દ્રો પર જિલ્લાના જુદા જુદા વહીવટી વિભાગોના વર્ગ – ૧ અને વર્ગ – ૨ કક્ષાના અધિકારીઓને બોર્ડ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. જેઓ પરીક્ષા કેન્દ્ર પરની સમગ્ર પરીક્ષા વ્યવસ્થા અને સંચાલન કરશે. તમામ કેન્દ્રો પર પરીક્ષા સંબંધિત સાહિત્ય પહોંચાડવા/પરત લાવવા ૨૫ રૂટ બનાવવામાં આવેલ છે. તમામ રૂટ પર એક રૂટ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ રૂટ સુપરવાઇઝરની નિયુક્તી કરવામાં આવેલ છે.

સીસીટીવી કેમેરાથી સજ્જ તમામ પરીક્ષા કેન્દ્રો

તમામ ૮૦ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે. પરીક્ષા પૂર્વે અને પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ રીતે સીસીટીવી સર્વેલન્સ હેઠળ થશે. વધુમાં દરેક કેન્દ્ર ખાતે એક સીસીટીવી ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવેલ છે.જેઓ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વીનું લાઇવ મોનીટરીંગ કરશે અને તકેદારીના સઘળા પગલા લેશે તેમજ તમામ પરીક્ષા કેંદ્રો ખાતે મુખ્ય પ્રવેશદ્વાર ઉપર હાઇ મેગા પિક્સેલ CCTV કેમેરા લગાડી તમામ ઉમેદવારોને એક પછી એક ઉક્ત CCTV કેમેરા સામે કોલલેટર કેમેરા સામે રાખી કેમેરા સાથે આંખનો સંપર્ક થાય તે રીતે ઉભા રાખી તેઓનું વીડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પરીક્ષા કેન્દ્ર ખાતેના સીસીટીવી ફૂટેજ તેમજ રેકોર્ડિંગની ચકાસણીની કામગીરી કરવામાં આવશે.

ઉમેદવારનો પ્રવેશ સમય ૧૦:૧૫ થી ૧૧:૫૫ સુધીનો

પરીક્ષાર્થી/ઉમેદવાર માટે કેન્દ્રમાં પ્રવેશ સમય ૧૦:૧૫ થી ૧૧:૫૫ સુધીનો નિર્ધારિત કરવામાં આવેલ છે. પ્રવેશ સમય તમામ ઉમેદવારો (મહિલા સહિત)નું પોલીસ દ્વારા ૧૦૦% ફિસ્કિંગ કરવામાં આવશે. પ્રવેશ માટે ઉમેદવારને કોલ લેટર, નિયત કરેલ (અસલ ઓળખ પત્ર) અને પેન લઈ જઈ શકશે. અન્ય કોઈપણ સાહિત્ય, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયર ફોન, વગેરે ઇલેક્ટ્રોનિક ગેઝેટ પ્રતિબંધિત છે. વર્ગખંડમાં મોડામાં મોડા ૧૨:૦૦ સુધી પ્રવેશ મેળવી શકાશે ત્યારબાદ પ્રવેશ મળી શકશે નહીં.

પરીક્ષા સુચારૂ રીતે લેવાય અને ૫રીક્ષાર્થીઓના પરીક્ષાલક્ષી પ્રશ્નોના નિવા૨ણ માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી હેલ્પલાઈન નંબર: 02766 234285 પર ફોન કરીને મદદ મેળવી શકે છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

 • Health Insurance
 • Motor Insurance
 • Travel Insurance
 • Property Insurance
 • Commercial Insurance
 • Asset Insurance
 • Pet Insurance
 • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

 • Term Insurance
 • Whole Life Insurance
 • Endowment Policy
 • Money Back Policy
 • Pension Plan
 • Unit Linked Insurance Plans
 • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures