Telangana
હૈદરાબાદના તેલંગણા (Telangana)માં મહિલાએ એક સાથે 139 લોકો પર બળાત્કાર કરવાનો આરોપ લાગાવ્યો છે. પોલીસે શુક્રવારના જણાવ્યું કે મહિલાની ફરીયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.
મહિલાએ જણાવ્યું કે, લગ્નના એક વર્ષ પછી 2010માં તેના તલાક થયા હતા. મહિલાની ફરિયાદ અનુસાર 139 લોકોએ વીતી ગયા વર્ષોમાં તેનું જુદી જુદી જગ્યા સ્થાન પર યૌન શૌષણ કર્યું અને ધમકી આપી. તેણે ફરિયાદમાં કહ્યું કે, તેના પૂર્વ પતિના કેટલાક પરિવારજનો પણ તેને યૌન ઉત્પીડન કરી. મહિલાએ આરોપીઓના ભયના કારણે આટલા સમય સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.
આ પણ જુઓ : India : ચીની નાગરિકોના વીઝા બાબતે કડક પગલું લેવાયું
તેલંગણા (Telangana)ના પુંજાગુટ્ટા પોલીસ સ્ટેશનના અનુસાર કેસ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મહિલાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે.
આ પણ જુઓ : BSF એ ઘૂસણખોરીની કોશિશ કરતાં 5 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
કોઇપણ મહિલાની સાથે બળાત્કાર કરવાના આરોપ પર કલમ 376 અંતર્ગત કેસ ચલાવવામાં આવે છે. જેમાં આરોપ સિદ્ધ થવા પર દોષીને ઓછામાં ઓછી 5 વર્ષ તેમજ વધુમાં વધુ 10 વર્ષની કડક સજા આપવાની જોગવાઇ છે. આ ગુનાને જુદા જુદા હાલાત અને શ્રેણીના હિસાબથી કલમ 375, 376, 376ક, 376ખ, 376ગ, 376ઘ, તરીકે વિભાજિત કરવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.