ઇદની નમાજ પછી એસપીઓ ફૈયાઝ એહમદ બહાર આવ્યાં તો આતંકીઓએ તેમની પર ગોળીઓ ચલાવી દીધી હતી.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ એક પોલીસ જવાન એસપીઓ ફૈયાઝ એહમદ અને બીજેપીના સભ્ય શાબિર એહમદ બટની હત્યા કરવામાં આવી છે.

ઇદની નમાજ કરીને આવતા પોલીસ કર્મીની હત્યા

એક પોલીસકર્મીની હત્યા કરી નાંખી છે. ઇદની નમાજ પછી એસપીઓ ફૈયાઝ એહમદ બહાર આવ્યાં તો આતંકીઓએ તેમની પર ગોળીઓ ચલાવી દીધી હતી. આ હુમલામાં ફૈયાઝની મોત થઇ ગઇ છે. મોહમ્મદ રમઝાન શાહનો દિકરો ફૈયાઝ એહમદ ઇદગાહના જાજરીપોરામાં રહે છે.

BJPના સભ્યની પણ હત્યા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય શાબિર એહમદ બટનો મૃતદેહ મળ્યો છે. શાબિરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે રાતે આતંકીઓએ ભાજપના જિલ્લાધ્યક્ષ શાબિરનું અપહરણ કરી લીધું હતું.

જણાવીએ કે પઠાણના રહેવાસી શાબિર 2014માં ભાજપની ટિકિટ પર પણ ચૂંટણી પણ લડ્યાં હતાં. 2017માં પણ આતંકીઓએ ભાજપના યૂથ પ્રેસિડેન્ટનું શાપિયાંથી અપહરણ કરીને તેનું મોત નીપજાવ્યું હતું. જેના થોડા દિવસ પછી તેનો મૃતદેહ પણ મળ્યો હતો.

આતંકીઓએ કર્યું પોલીસકર્મીનું અપહરણ
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે આતંકીઓએ એક પૂર્વ પોલીસકર્મીનું અપહરણ કરી લીધું છે. અપહરણ કરનાર વ્યક્તિનું નામ શકૂર એહમદ જણાવવામાં આવી રહ્યું છે. જે શોપિયાના કુમદલાન વિસ્તારમાં રહે છે. શકૂર એહમદ પહેલા શોપિયાંની સ્થાનિક પોલીસમાં જ કામ કરતા હતાં. જે પછી તે આતંકીઓની સાથે મળીને બાગી થઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને થોડા દિવસમાં તેને મુક્ત કરી દીધો હતો. પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે અને શંકાસ્પદ જગ્યાઓ પર તપાસ કરી રહી છે.