બનાસકાંઠા જિલ્લા માં કાંકરેજ ના વહેપારી મથક થરા ખાતે આવેલ આનંદ હોટલ માંથી એક યુવાન ની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે સ્થાનિક રહીશો ને આ બાબત ની જાણ થતાં પોલીસ ને જાણ કરવામાં આવી હતી જો કે આ હોટલ ઘણા સમય થી બંધ હોવાનું પણ બહાર આવ્યું છે.
કાંકરેજ તાલુકા ના થરા ખાતે આવેલ આનંદ હોટલ માં દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકો એકઠા થયા હતા જેમાં હોટલ માં તપાસ કરતા એક યુવાન નો મૃતદેહ પડ્યો હોવાનું દેખાતા સ્થાનિક લોકો એ થરા પોલીસ ને આ બાબતે જાણ કરી હતી જેમાં થરા પી.એસ.આઈ એમ.બી.દેવડા તેમની ટિમ સાથે ઘટના સ્થળે પહોચી તપાસ કરતા આ યુવાન થરા ના લાધાજી ઠાકોર હોવાનું બહાર આવતા મૃતક ની લાશ ને પી.એમ માટે થરા રેફરેલ હોસ્પિટલ ખાતે લાવી પી.એમ હાથ ધરવામાં આવ્યું છે જો કે આ યુવાનનું કયા કારણસર મોત થયું છે તે હજુ અંકબંધ છે.