કોવિડ ૧૯ ના કારણે શાળા અને શિક્ષણ કાર્ય ઠપ છે ત્યારે થરાદ તાલુકાની છેવાડાના વારા પ્રાથમિક શાળાની એવી તસવીરો સામે આવી જે જોઈને ખૂબ જ ખુશી થાય.વીડિયો જોઈને તમને એમ જ લાગે કે આ કોઈ પબ્લીક સ્કૂલ કે પ્રાઇવેટ ગાર્ડન હશે.
પણ હકીકતમાં જિલ્લા પંચાયત બનાસકાંઠા સંચાલિત સરકારી શાળા છે.પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર આપે એવી નક્કર સુવિધાઆે યુક્ત આ શાળાનું ભૌતિક પરિસર જોઈને આપણને એકાદ સેલ્ફી લેવાનું તો મન થઈ જ જાય.અને મનમાં ને મનમાં એવું થાય કે કદાચ અમારું બાળક પણ આ શાળામાં ભણતું હોય.
લોકડાઉન થતાંશાળામાં શિક્ષણકાર્ય બન્દ થયું ત્યારે શાળાના આચાર્ય સી.ટી. પટેલ અને તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી શાળામાં સરસ પરિસર તૈયાર કરવાનો નિર્ણય કર્યો.
સહુ પ્રથમ જુના ડેમેજ રૂમ ઉતરાવ્યાં હતા. વચ્ચે નડતો પ્રાર્થના શેડ હટાવીને ફળદ્રુપ માટીથી પુરણ કરાવ્યું અને શાળાના પરિસર મુજબ જાતે જ નકશો તૈયાર કરી ગાર્ડન બનાવ્યો. જૂન ર૦ર૦ માં શરૂ કરેલ કામગીરી એક વર્ષમાં સરસ દિપી ઉઠી.
શિક્ષક મિત્રોની મહેનત અને સમગ્ર વારા ગ્રામવાસીઆેનો આર્થિક સહયોગ અને શાળામાં મુકેલ વિશ્વાસના કારણે એક શ્રેષ્ઠ શાળા બનીનેબહાર આવી છે.
વારા ગ્રામવાસીઆેએ ૩ લાખ જેટલુ માતબર દાન આપીને શાળામાં શૂન્યમાંથી સર્જન કરવામાં મહત્વનો ફાળો રહ્યો.ભૌતિક સુવિધાઆેની સાથોસાથ શિક્ષણ ક્ષેત્રે પણ આ શાળાએ આ વર્ષમાં નામના મેળવી છે.
આ વષે શાળાના એકસાથે ૬ બાળકો એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં મેરિટમાં આવેલ છે.અગાઉ ર૦૧૯ માં પણ આ શાળાના ખો-ખો ભાઈઆે અને બહેનોની ટીમ રાજ્યકક્ષા સુધી ભાગ લઈને ગામ અને જિલ્લાનું નામ રોશન કરેલ છે. શિક્ષણની સાથોસાથ સવાઁગી વિકાસની યાત્રા જોઈને બધાને પ્રાઈવેટ સ્કૂલનો મોહ આેછો થતો હોય એમ લાગી રહ્યું છે.
