થરાદ પોલીસ સ્ટેશનની હદમાંથી કુટણખાનુ ઝડપાયું હતું. તો થરાદના બોમ્બે માર્કેટમાં આવેલ એવન સ્પા સેન્ટરની આડમાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતાં પોલીસે એવન સ્પામાં ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાસ કર્યો હતો.

આંતરરાજયની છોકરીઓ બોલાવી પૈસાનું પ્રલોભન આપી સ્પા સેન્ટરમાં અનૈતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

થરાદ પોલીસે રેડ દરમ્યાન સ્પા સેન્ટરના મેનેજર સહિત મોબાઈલ અને ચીજવસ્તુઓ સાથે રોકડ સાત હજાર પાંચસોનો મુદામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું એએસપી પુજા યાદવે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024