થરાદના પઠામડા ગામે બની રહેલી કમ્પાઉન્ડ વોલ ગુણવત્તા વિહિન બની રહી હોવાનું જોવા મળી રહયું છે. સમશાન ગૃહ કમ્પાઉન્ડ વોલની કામગીરીમાં કોન્ટ્રાકટર દવારા ગેરરીતિ કરવામાં આવી રહી છે
ત્યારે કમ્પાઉન્ડ વોલના પાયાની કામગીરીમાં ગેરરીતિઓ જોવા મળી રહી છે. તાલુકા પંચાયત બાંધકામ શાખા અને કોન્ટ્રાકટરની મિલીભગત દવારા ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયત દવારા વાપરવામાં આવતી લાખો રુપિયાની ગ્રાન્ટનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહયો છે.
ત્યારે ઉચ્ચકક્ષાાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો તાલુકા પંચાયત હસ્તકના થયેલા કામોની પોલ ખુલી શકે તેવું બુદ્ધિજીવીઓ માની રહયા છે. તો એક ફૂટનું પાયાનું ખોદકામ કરી પુરાણ વિના જ સીધુ ચણતર કરવામાં આવી રહયું હોવાનું સ્પષ્ટ જોવા મળી રહયું છે.