થરાદના પીલૂડાં ગામે એક ભાઈ એ બીજા ભાઈ ઉપર ઘાતકી હુમલો કર્યાં હોવાની ઘટના સામે આવી છે જેમાં ગામમાંથી પરત ફરતા મોટાભાઈએ નાના ભાઈ ને પાછળથી ધક્કો મારી પાડી ખસેડી લોખંડ ની કોસ વડે ઢોર માર માર્યો હતો. ત્યારે મોટા ભાઈએ તેમજ એમના ઘરના સભ્યોએ ભેગા મળી ઢોરમાર માર્યો હત્તો.
આ ઘટનામાં ઘાયલ ભાઈને ઇજાઓ થતા થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટના ને લઈ પરિવાર ના અન્ય સભ્યો થરાદ પોલિસ સ્ટેશન આવી હુમલાખોર ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.