થરાદ તાલકાના લુવાણા કળશ ગામની પાવનધરામાં અષાઢી બીજના મહા પર્વ પર પાડા બાપજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમસ્ત લુવાણા કળશ ગ્રામજનોના સાથ સહકારથી અને દરેક સમાજના સહયોગથી પાડા બાપજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી અને
પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના યજ્ઞ ના આચાર્યશ્રી ગુજરાત ના પ્રખર અને પ્રચંડ અને વેદોના જાણકાર શ્રી શાસ્ત્રી દિનેશભાઈ દવે અને શાસ્ત્રી મદન ભાઈ દવે શાસ્ત્રી વિષ્ણુભાઈ દવે અને શાસ્ત્રી નરસી દવે આ તમામ ભૂદેવો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી અને ખાસ મુખ્ય મહેમાન ૧૦૮ મહામંડલેશ્વર જાનકીદાસબાપુ તથા ભાજપના કિસાન મોરચાના મહામંત્રી મદનલાલ પટેલ તથા માજી સરપંચ ગેનાજી કરવડે ખાસ આ પ્રસંગે હાજરી આપી હતી.