થરાદ : દૂધવા ગામે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

થરાદ ના દૂધવા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બનાસડેરી માંથી પધારેલ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસડેરી અને દૂધ મંડળીઓના સહયોગથી શિવ મંદિરના સાનિધ્યમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બનાસડેરી માંથી આવેલ મહેમાનો અને દૂધ મંડળી ઓના મંત્રી તેજાભાઇ, હેમજીભાઈ અને ડેરી ના ચેરમેન રૂડાંભાઇ અને મહેશભાઈ, અગજીભાઈ, જગદીશભાઈ સહિત યુવાનો તેમજ ગામના સરપંચ સહિત ગામના યુવાનો ખૂબ જ ઉત્સાહ ભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં ગામના શિવ મંદિર સાનિધ્યમાં લગભગ ર૦૦ જેટલા વૃક્ષોનો રોપણ કરવામાં આવ્યું હતું.