થરાદ તાલુકાના બુઢનપુર ગામે ખેડૂતોના સીમ અને ખેતરોમાં પાક વાવણીથી ખેડૂતો ચિંતીત બન્યા છે. સિપુ ડેમ જળાશય યોજના હેઠળની પાઈપો ઉતારવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા ૧૬ માસથી પાઈપો ખેતરોમાં ઠાલવ્યા બાદ પણ કામગીરી શરુ કરવામાં ન આવતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. ખેડૂતોની ખેતીલાયક જમીનોમાં પાઈપો ઉતારી દબાણ કરવામાં આવ્યું છે.
ખેતીનું ઉત્પાદન નહીં લઈ શકતા ખેડૂતોને સિઝનનું વળતર કે ખેતી જમીનનું ભાડુ ચુકવવામાં નહીં આવતાં ખેતર માલિકો રોષે ભરાયા છે તો વળતર ચુકવવામાં નહીં આવે તો ખેડૂતોએ આગામી કામગીરી અટકાવવાની ચિમકી ઉચ્ચારી હતી. નડતરરુપ પાઈપોના લીધે ખેડૂતો ખેતી નહીં કરી શકતા પશુપાલન નિભાવવુ મુશ્કેલ બની રહયું છે.
આમ સિપુ ડેમ યોજનાના અધિકારીઓ સહિત કોન્ટ્રાકટરો યોગ્ય જવાબ નહીં આપતાં હોવાનો ખેડૂતોએ આક્ષોપો કર્યાં હતા.
