Blackmail
- સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
- જેમાં 28 વર્ષીય પરિણીતા તથા ચાર વર્ષની બાળકીની માતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
- ઘરમાં જુવાન દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું.
- તથા પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે.
- ઘટનાની એવી છે કે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો.
- તો છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો.
- ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી.
- પરંતુ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી.
- CM અને Dy Cm એ આ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં લીધી મુલાકાત
- Rakhi : ભાઈની રાશિ પ્રમાણે આ રાખડી બાંધવી અતિ ગણી ફળદાયી
- જો કે, પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે.
- પણ આ યુવતી 18 વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.
- તથા યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી 18 વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ (Blackmail) કરતી હતી
- યુવકને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી.
- યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો.
- પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો.
- તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો.
- ત્યારે દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી.
- પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.
- પરંતુ યુવતીના પતિએ તો યુવકની માતા અને યુવક સાથે જ ઝઘડો કરી દીધો હતો.
- પણ તે જ સમયે પરિણીતાએ તેના પતિ આગળ જ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે.
- પત્નીની આ વાત સાંભળી બે ઘડી માટે પતિ પણ ચોંકી ઉઠ્યો હતો.
- આમ છેલ્લા કેટલાક દિવસથી બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા.
- જો કે, ઝઘડાને કારણે વાત લોકોમાં પણ ચર્ચાવા લાગી હતી.
- લોકો પરિણીતાનો વાંક કાઢવાને બદલે યુવકને જ ઠપકો આપી રહ્યા હતા.
- જેને કારણે યુવકને આ વાતનું પણ માઠું લાગી આવ્યું હતું.
- તેમજ દરરોજના ઝઘડા અને ઉપરથી રોજ પરિણીતા ફોન કરીને Blackmail કરીને યુવકને ત્રાસ આપતી હતી.
- જેને કારણે 18 વર્ષનો યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
- ગત રોજ પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
- તો પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
- જો કે, આ મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
- યુવકના પરિવારે મહિલા પર મોતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow