Pangong
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઇ ભારતે ચીનને વધુ એક આંચકો આપ્યો છે. ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સે લદ્દાખની પૂર્વે આવેલા પેંગોંગ (Pangong) સરોવરના દક્ષિણ કિનારાના કેટલાક પહાડી શિખરો કબજે કરી લઇને ત્યાં ભારતીય રાષ્ટ્રધ્વજ સ્થાપી દીધો હતો.
આ પણ જુઓ : WHO એ કોરોના વેક્સીનને લઇ નવું નિવેદન જાહેર કર્યું
ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સે બ્લેક ટોપ નજીકના કેટલાક વિસ્તારો કબજે કરી લીધા હતા. આ મોરચાબંધીનો સૌથી મોટો લાભ એ છે કે આપણા જવાનો ઊંચા સ્થાનો પરથી પૂર્વ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સીમા બાજુએ ચીની જવાનો શું કરી રહ્યાં છે એ સ્પષ્ટ રીતે નિહાળી શકશે. ફુરચુક લા પાસ (પીએલએ)ની ઉપરનાં પહાડી શિખરો પર પહેલાં કોઇનો કબજો નહોતો. હવે આપણા જવાનોનો કબજો છે.
આ પણ જુઓ : કેન્દ્ર સરકારનો તમામ વિભાગોમાં નવા પદોની ભરતી પર પ્રતિબંધ
અત્યાર અગાઉ પેંગોંગ સરોવરના ઉત્તર તરફના કિનારે ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સના જવાનો ફિંગર ટુ અને ફિંગર થ્રી પોસ્ટ પર ફરજ બજાવતા હતા. હવે એની આસપાસનાં શિખરો પર પણ આપણો કબજો છે. પોતાના જવાનોનો ઉત્સાહ વધારવા ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સના ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) ઇન્સ્પેક્ટર જનરલ એમ એસ રાવત સતત છ દિવસ પોતાના જવાનોની સાથે રહ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.