Shrey Hospital
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલ આગમાં 8 લોકો ભડથું થઈ ગયા હતા. તો હોસ્પિટલના અગ્નિકાંડના મુદ્દે આરોપી ભરત મહંતનો જામીન મળી છે. ભરત મહંતને 15 હજારના જામીન પર મુક્ત કરાયા છે.
મળતી માહિતી મુજબ, શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) ના અગ્નિકાંડના મુ્દે ધરપકડ કરાયેલ ભરત મહંતને રિમાન્ડ માટે જજના નિવાસસ્થાને રજૂ કરાયો હતો. પોલીસે દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. પરંતુ કોર્ટે તે રિમાન્ડ મંજૂર કર્યા નહોતા. તો આજે કોર્ટે ભરત મહંતને 15 હજારના જામીન પર મુક્ત કર્યા છે.
- આ પણ વાંચો : Aravalli :ભિલોડમાં પડ્યો મોટો ભુવો, આટલા લોકો પડ્યા અંદર
- Paytm માં KYC અપડેટના બહાને 25 લાખથી વધુ લોકો સાથે થયો ફ્રોડ
નોંધનીય છે કે, અમદાવાદની કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ અંગે તપાસ અધિકારીએ ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરી હતી. તથા અગ્નિકાંડ કઈ બેદરકારીના કારણે સર્જાયો તેને લઈને પોલીસ વિભાગે આરોગ્ય વિભાગને તપાસ અર્થે સવાલો પૂછ્યા હતા.
થોડા દિવસો અગાઉ શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં ICU વોર્ડમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ 8 દર્દીના દુઃખદ મોત થયા હતા. ત્યારે નવરંગપુરા પોલીસે હોસ્પિટલના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારીનો ગુનો દાખલ કરી સંતોષ માની લઈ વધુ તપાસ શરૂ કરી હતી. ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરીને રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow