Ahmedabad City Gold Cinema

Ahmedabad City Gold Cinema

અમદાવાદના આશ્રમરોડ પર આવેલી સીટી ગોલ્ડ (Ahmedabad City Gold Cinema) સિનેમાના ભોંયરામાં લિફ્ટ નીચે થી પૂર્વ કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો છે. આ કર્મચારીને ડિસેમ્બર મહિનામાં નોકરીમાં છૂટો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પગાર લેવા આવેલા કર્મીનું મૃત દેહ મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ બાલાસિનોર નો રહેવાસી શૈલેષ ઠાકોર સીટી ગોલ્ડ સિનેમા માં સ્વિપર તરીકે કામ કરતો હતો. તેને ડિસેમ્બર મહિનામાં નોકરીમાંથી છુટો કરવામાં આવ્યો હતો. જેથી તે ૨૨ ડિસેમ્બરે સિનેમાગૃહો પર નવેમ્બર મહિનાનો પગાર લેવા માટે આવ્યો હતો. શેઠ હાજર ન હોવાથી તેને પગાર આપવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ તે ગુમ હતો.

આ પણ જુઓ : મધ્ય પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ થશે તો 10 વર્ષની કેદ

ત્યારબાદ આજે અચાનક જ સીટી ગોલ્ડ સિનેમાના ભોંયરામાંથી દુર્ગંધ મારતા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા લિફ્ટના નીચેના ભાગેથી શૈલેષ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ નવરંગપુરા પોલીસ ને કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ને આકસ્મિક મોત અંગેની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.(Ahmedabad City Gold Cinema)

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024